સરકારે સોમવારે વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક જીએસટી રીટર્ન કમ્પોઝીશન ડિલરો માટે મુદતમાં ઓકટોબર ૩૧ સુધી વધારો કર્યો હતો. એક સાથે મહિનાઓની મુદતનો આ સરકારે આપેલો બીજો વધારો છે. જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મૂળભૂત અવધી જુલાઈ ૧૫મી હતી જે અગાઉ વધારીને ૩૧ ઓગષ્ટ કરવામા આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટર ટેકસીસ અને કસ્ટમ એ સીબીઆઈસીએ ટવીટમાં જણાવ્યું હતુ કે જીએસટીઆર.૪ને અંતિમદિવસની અંતિમ તારીખ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦થી વધારીને ૩૧ ઓકટોબર ૨૦૨૦ કરવામાં આવી છે.
ગૂડ એન્ડ સર્વિસ ટેક્ષ જીએસટી કમ્પોઝીશન સ્કીમનો લાભ ૧.૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ લઈ શકે છે. આ યોજના અંતર્ગત ઉત્પાદકો અને વેપારીઓને ૧%ના દરે જીએસટી ભરવાનું રહે છે. જયારે રેસ્ટોરન્ટ કે જેઓ દારૂ પીરસતા નહોય તેવા ઓને ૫%ના દરે જીએસટી ભરવાનું રહે છે.
દેશની આવક મુખ્યત્વે સીબીઆઈસી એટલે કે જીએસટી મારફતે જ થતી હોય છે જયારથી જીએસટીની અમલવારી શરૂ કરવામાં આવી છે તે સમયથી જ જીએસટીને વધુ સુદ્રઢ અને સરળ કેવી રીતે બનાવી શકાય તે માટે કરદાતાઓને ધ્યાને લેવામાં આવ્યા છે. આ મુદ્દાને ધ્યાને લેતા વાર્ષિક રીટર્ન ભરવાની તારીખમાં નાણા મંત્રાલય દ્વારા એક વખતથી વધુ ફેરફારો કરવામાં આવ્યા હતા ત્યારે હવે ફરી ૩૧ ઓકટોબર સુધી વાર્ષિક રીટર્ન ભરવા માટેની સમય અવધિમાં વધારો કર્યો છે. સમય વધતાની સાથે જ જે કરદાતાઓ તેમના રીટર્ન ભરી શકયા નથી તેઓને ૩૧ ઓકટોબર સુધી રીટર્ન ભરી શકશે. દેશનું નાણા મંત્રાલય ઈન્કમટેકસ અને જીએસટીમાં ઘણાબધા ફેરબદલો કરી રહ્યું છે જેનો સીધો ફાયદો કરદાતાઓને મળશે. જીએસટીને લઈ ઘણી ખરી મુંઝવણો કરદાતાઓમાં જોવા મળતી હતી પરંતુ હાલ જે રીતે જીએસટીમાં સુધારાઓ કરવામાં આવ્યા છે તેનાથી નાણા મંત્રાલય અને દેશની આવકમાં પણ અનેકગણો વધારો જોવા મળશે. આ મુદ્દાને ધ્યાને લેતા નાણા મંત્રાલય દ્વારા જીએસટીઆર-૪ નંબરના ફોર્મનું રીટર્ન ભરવાની તારીખમાં વધારો કર્યો છે. આ રીટર્ન ફોર્મ મુખ્યત્વે ડિલરો દ્વારા ભરવામાં આવતું હોય છે.