ઉના શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે સંપૂર્ણ પણે બિસ્માર હાલતમાં છે. ધારાસભ્ય વંશ દ્વારા અગાઉ પણ રજૂઆત કરેલ હોવા છતાં તંત્ર દ્વારા નકકર પગલા લીધેલ નથી અને જે કામગીરી કરેલ હતી તે તદન નિયમોનો ભંગ કરી અને કામ કરેલ જે ઉના લોકો સમક્ષ ભુવા પડેલ તેનું આ વરસાદના માહોલ લોકોની સામે આવી ગયેલ હતુ છતા પણ ઉના તાલુકામાં એક ધારાસભ્ય વંશને ચિતાનો વિષય બની ગયેલ છે.
તેથી પાટીદાર આગેવાન ગુણવંતભાઈ તળાવીયા, ઉના શહેર પ્રમુખ રાજુભાઈ ગૌસ્વામી, મહામંત્રી સંજય ભગવાનભાઈ બાંભણીયા, અરજણભાઈ મજેઠીયાએ પ્રાંત કચેરી રૂબરૂ ચર્ચા કરી અને રજૂઆત કરેલ અને જો આગામી રવિવાર તા.૨૭ના રોજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો રસ્તા રોકોનું આંદોલન તથા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેમ ધારાસભ્ય વંશ દ્વારા જણાવેલ હતુ.