આંતરરાજ્ય સિવાય તમામ રૂટો શરૂ થશે: આજે નિગમની બેઠકમાં રૂટ નક્કી કરાશે
કોરોનાની મહામારીમાં અનલોક-૧માં રાજ્યના એસ.ટી નિગમ દ્વારા ૩૦ ટકા જેટલી બસો શરૂ કરવામાં આવી હતી ત્યારે અનલોક-૨માં મુસાફરોના જલ્દી પરિવહન માટે રાજ્યભરમાં ૧જુલાઇથી તમામ એક્સપ્રેસ બસો દોડતી કરવામાં આવશે. આજે નિગમની બેઠકમાં ક્યાં રૂટ શરૂ રાખવા અને ક્યાં નહીં? તે અંગે ચર્ચા-વિચારણા કરી નવું શેડ્યુલ ત્યાર કરવામાં આવશે.
કોરોનાના સંકટમાં બે માસથી વધુ સમય એસટી બસોના પૈડા થંભી ગયા હતા. ત્યારબાદ અનલોક-૧માં ૩૦ ટકા જેટલી બસો શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે એસટી નિગમ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧ જુલાઈ એટલે કે બુધવારથી રાજ્યની તમામ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. આ અંગે ચર્ચા-વિચારણા માટે આજે નિગમની બેઠક મળશે જેમાં કોરોનાને ધ્યાને રાખી ક્યાં રૂટ શરું કરવા? તે અંગે નિર્ણય લેવાશે.જો કે ગ્રામ્ય વિસ્તારોના રૂટોને હાલ બાકાત રાખી સંચાલન કરવામાં આવશે અને આંતરરાજ્ય બસ સેવા હાલ પૂરતી શરૂ કરવામાં નહીં આવે. અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ એસટી બસો દોડતી હતી. ત્યારે આગામી બુધવારથી એક્સપ્રેસ રૂટો શરૂ કરવામાં આવશે ત્યારે લાખો લોકોના ખિસ્સા પરનું પ્રાઈવેટ બસોના ભાડાનું ભારણ ઓછું થશે.