નિકાસ વધી છતાં વેપાર ખાધની ખાઈ પહોળી થઇ!!!
જૂન મહિનામાં 40 બિલિયન ડોલરની નિકાસ સામે આયાત અધધ 189 બિલિયન ડોલરે પહોંચી
દેશમાં નિકાસ વધી રહી છે. પણ સામે વધી રહેલી આયાત ચિંતા વધારી રહી છે. નિકાસની સાથોસાથ આયાત પણ વધવા લાગતા વેપાર ખાધની ખાઈ વધુ પહોળી થતી જઈ રહી છે. જૂન મહિનામાં આવું જ થયું છે.નિકાસમાં 23.52 ટકાનો વધારો નોંધાયો છે. સામે આયાતમાં પણ વધારો નોંધાતા વેપાર ખાધમાં અધધધ 172 ટકાનો વધારો થયો છે.
આ વર્ષે જૂનમાં દેશમાંથી કોમોડિટી નિકાસ 23.52 ટકા વધીને 40.13 બિલિયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ રેકોર્ડ 26.18 બિલિયન ડોલર રહી હતી.ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, મે મહિનામાં દેશની નિકાસમાં 20.55 ટકાનો વધારો થયો છે.કોમોડિટીની આયાત જૂનમાં વાર્ષિક ધોરણે 57.55 ટકા વધીને 66.31 બિલિયન ડોલર થઈ હતી.
વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોમોડિટી વેપાર ખાધ જૂનમાં 172.72 ટકા વધીને 26.18 બીલીયન ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 9.60 બિલિયન ડોલર હતી.
ગયા વર્ષે જૂનમાં, કોવિડ-19 રોગચાળાના બીજા તરંગને કારણે આયાત ઓછી હતી. આના કારણે જૂન 2021માં વેપાર ખાધ માત્ર 9.6 બિલિયન ડોલર હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ 24.51 ટકા વધીને 118.96 બીલીયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન આયાત 49.47 ટકા વધીને 189.76 બિલિયન ડોલર થઈ છે.
2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 31.42 બિલિયન ડોલરથી વેપાર ખાધ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વધીને 70.80 બિલિયન ડોલર થઈ છે. નિકાસના મોરચે, પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ જૂનમાં બમણાથી વધુ વધીને 8.65 બિલિયન ડોલર થઈ છે. જેમ્સ અને જ્વેલરીની નિકાસ 25 ટકા વધીને 3.53 બિલિયન ડોલર થઈ છે.કાપડ, ચોખા, તેલીબિયાં, ચા, એન્જિનિયરિંગ, માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ પણ ગયા મહિને સારી રહી હતી. જોકે, સમીક્ષા હેઠળના મહિનામાં આયર્ન ઓર, હેન્ડીક્રાફ્ટ, પ્લાસ્ટિક અને લિનોલિયમ, કોટન યાર્ન/ટેક્ષટાઈલ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કાર્પેટ અને કાજુની નિકાસમાં ઘટાડો થયો છે.ટ્રેડ ડેટા અંગે રેટિંગ એજન્સી આઇસીઆરએઈંના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે વેપાર ખાધને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાનું જોખમ છે.જો કે, તેમણે કહ્યું, “અમે 2022-23 માટે ચાલુ ખાતાની ખાધ 105 બિલિયન ડોલર થવાની અપેક્ષા રાખીએ છીએ
મંત્રાલયે જણાવ્યું હતું કે જૂન 2022માં સેવાઓની નિકાસ 24.77 બિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 22.04 ટકાનો વધારો દર્શાવે છે. સમીક્ષા હેઠળના મહિનામાં સેવાઓની આયાત 48.62 ટકા વધીને 16.11 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નિકાસ 26.25 ટકા વધીને 70.97 બિલિયન ડોલર થઈ છે. આયાત 49.15 ટકા વધીને 45.35 બિલિયન ડોલર થઈ છે.
સોનાની આયાત પણ લગભગ 183 ટકા વધી
સોનાની વધુ પ્રમાણમાં આયાત વેપાર ખાધમાં વધારો કરી રહી હોય પરિણામે સરકારે સોનાની આયાત ઉપર નિયંત્રણ મુક્યા છે. જો કે તેની અસર આવતા હજુ એકાદ બે મહિના નીકળી જાય તેવું નિષ્ણાંતોનું અનુમાન છે. જૂન મહિનામાં તો સોનાની આયાત 183 ટકા વધીને 2.74 બિલિયન ડોલરે પહોંચી છે.
પેટ્રોલિયમ ઉત્પાદનો, જેમ્સ એન્ડ જવેલરી, કાપડ, ચોખા, ચાની નિકાસ વધી
નિકાસના મોરચે, પેટ્રોલિયમ ઉત્પાદનોની આઉટબાઉન્ડ શિપમેન્ટ બમણાથી વધુ વધીને 8.65 બિલિયન ડોલર થઈ છે. જેમ્સ અને જ્વેલરીનું શિપમેન્ટ 25 ટકા વધીને 3.53 બિલિયન ડોલર થયું છે. કાપડ, ચોખા, તેલના બીજ, ચા, એન્જિનિયરિંગ અને માંસ, ડેરી ઉત્પાદનોમાં પણ છેલ્લા મહિનામાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. જોકે, આયર્ન ઓર, હેન્ડીક્રાફ્ટ, પ્લાસ્ટિક, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કાર્પેટમાં જૂનમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.
ક્રૂડ અને કોલસાની આયાતમાં નોંધપાત્ર વધારો
જૂનમાં ક્રૂડ ઓઈલની આયાત લગભગ બમણી થઈને 21.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. કોલસા અને કોકની આયાત જૂન 2021માં 1.88 બિલિયન ડોલરની સરખામણીએ સમીક્ષા હેઠળના મહિનામાં બમણાથી વધુ વધીને 6.76 બિલિયન ડોલર થઈ છે.