- ઓર્ગેનિક વસ્તુની નિકાસ 2012-13માં 213 મિલિયનથી વધીને 2023-24માં 494.80 મિલિયને પહોંચી
ઓર્ગેનિક વસ્તુઓ તંદુરસ્ત જીવનશૈલી અને ટકાઉ પર્યાવરણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી હાલમાં લોકો ઓર્ગેનિક વસ્તુઓ તરફ વળ્યા છે. ત્યારે ઓર્ગેનિક વસ્તુની માંગ વધતા ખેડૂતો પણ કાર્બનિક ખેતી માંથી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ઓર્ગેનિક વસ્તુઓ કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે, જે ઉત્પાદનના પોષક મૂલ્ય અને સ્વાદને જાળવી રાખે છે.
ઓર્ગેનિક વસ્તુની માંગ વધતા આયાત અને નિકાસ પર પણ તેની અસર વધુ જોવા મળતી હોય છે ત્યારે ભારતે આવતા વર્ષે 1 બિલિયન ઓર્ગેનિક પ્રોડક્ટની નિકાસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતની ઓર્ગેનિક વસ્તુની નિકાસ 2012-13માં 213 મિલિયનથી વધીને 2023-24માં 494.80 મિલિયન થઈ છે જેમાં યુએસ, ઇયું, કેનેડા, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ અને એશિયન દેશો મુખ્ય નિકાસ સ્થળો છે. મુખ્ય નિકાસ વસ્તુઓ અનાજ અને બાજરી, પ્રોસેસ્ડ ફૂડ, ચા, મસાલા અને ઔષધીય વનસ્પતિ ઉત્પાદનો છે. આ અંગે એક અધિકારીના અનુસાર, અમે અત્યારે માત્ર અડધા અબજ છીએ. ત્યારે આવતા વર્ષે આ સંખ્યા 8000 કરોડને વટાવી જવાનો વિચાર છે અને પછી કદાચ આપણા માટે એક મોટો માર્ગ નક્કી કરવામાં આવશે. નિકાસ માલસામાન માટે ગુણવત્તાના મુદ્દાઓ ટેરિફ અવરોધો કરતાં મોટી ચિંતાનો વિષય છે .” લેબમાં 300% થી વધુનો વધારો અને છેલ્લા એક દાયકાથી નિકાસ કરવામાં આવતા ખાદ્ય ઉત્પાદનો માટે પ્રમાણપત્રમાં 200% વધારો જોવા મળી રહ્યો છે. તેમજ વધુમાં, સરકાર માર્કેટ એક્સેસ, ટ્રેસેબિલિટી અને નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન માટે પોર્ટલ પણ વિકસાવી રહી છે – જે માટેની માર્ગદર્શિકા એક દાયકા પછી સુધારવામાં આવી રહી છે.
આ સાથે, સરકાર માર્કેટ એક્સેસ, ટ્રેસેબિલિટી અને નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (ગઙઘઙ) માટે પોર્ટલ પણ વિકસાવી રહી છે – જે માટેની માર્ગદર્શિકા એક દાયકા પછી સુધારવામાં આવી રહી છે. આ ઉપરાંત ઊઈંઈ સિસ્ટમ દ્વારા મંજૂર કરાયેલ નિકાસ સંસ્થાઓની સંખ્યા છેલ્લા દાયકા દરમિયાન 794 થી વધીને 1,446 થઈ ગઈ છે. આયાત કરતા દેશો દ્વારા સ્વીકૃત નિકાસ પ્રમાણપત્રો એક દાયકામાં લગભગ બમણા થઈ ગયા છે, જે 61,000 થી વધીને 120,000 ને પાર થઈ ગયા છે.વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ નીતિન કુમાર યાદવે જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે અભ્યાસ 2-3 મહિનામાં પૂરો થઈ જશે અને તે પછી અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સર્વગ્રાહી રીતે કેવી રીતે વિસ્તારી શકાય તેની સંપૂર્ણ યોજના સાથે આવીશું.” આ સાથે આ વર્ષે ભારતની તમાકુની નિકાસ 8% વધીને ₹13,000 કરોડને પાર કરે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ચીન પછી ભારત વિશ્વમાં તમાકુનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે.