કોવિડ પરિસ્થિતિ બાદ દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે
અબતક, નવીદિલ્હી
કોરોનાની વિકટ પરિસ્થિતિ બાદ ભારતની આર્થિક સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે. એટલું જ નહિં કોઇપણ દેશની આર્થિક સ્થિતિને નિયંત્રણ અને તે અંગેનું મૂલ્યાંકન કરવા માટે 22 સૂચકો ખૂબ જ જરૂરી હોય છે તેમાંથી 19માં સુધારો આવતાની સાથે જ ભારત દેશની અર્થવ્યવસ્થા સુદ્રઘ અને મજબૂત બની રહી છે. તરફ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે કોમેડી ની સ્થિતિ બાદ દેશના અર્થ વ્યવસ્થાને ખૂબ સારી આશા પડી છે અને અર્થતંત્ર સનાતન થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અર્થતંત્રમાં નિકાસ ઉર્જા અને એર કાર્ગો સહિતના 19 ઘટકો એવા છે જેમાં ખૂબ જ સુધારો આવતા ની સાથે આર્થિક સ્થિતિ સુધરી છે. બીજી તરફ કોલ ઉત્પાદનની સાથોસાથ રેઇલવે ફ્રેઈટ, ફર્ટિલાઇઝર, ઉર્જા ઉત્પાદન, સિમેન્ટ ઉત્પાદન, પોર્ટ કાર્ગો ટ્રાફિક, એરકાર્ગો સહિતના અન્ય ક્ષેત્રમાં પણ ખૂબ જ સારી રીતે સુધારો આવી રહ્યો છે. એ તરફ દેશના અર્થવ્યવસ્થામાં જે રીતે ઓછા રો આવો જોઈએ તે મહત્તમ ક્ષેત્રમાં ધ્યાને લઈને જ હશે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને જોતાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર આ તમામ ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વિકાસને વધુ ને વધુ વેગવંતુ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં સતત કાર્ય હાથ ધરે છે.