આ બધો વિચાર કરીએ તો ફલિત થાય છે કે કચ્છના તૃણા બંદરથી ફકત લાખો ઘેટા-બકરા જ નથી જઈ રહ્યા, આ દેશની ધરતીની ફળદ્રુપતા પણ જઈ રહી છે

એકબાજુ ખેડુતોના આપઘાતો અને ખેડુતોનું દેવુ જયારે આ દેશની જટિલ સમસ્યા બની ગઈ છે. પ્રધાનમંત્રી ઓર્ગેનીક ખેતી દ્વારા આ સમસ્યાને ઉકેલવા મથી રહ્યા છે ત્યારે બીજીબાજુ ગણ્યા ગાંઠયા માણસોના આર્થિક હિતો ખાતર લાખો ઘેટા-બકરાની નિકાસ થઈ રહી છે. કોઈ પણ નિકાસ ત્યારે જ મંજુર થઈ શકે જયારે એ નિકાસ દ્વારા દેશને નુકસાન ન થતું હોય.

ઓર્ગેનિક ખેતી મળનિર્મિત ખાતરથી થઈ શકે છે. માનવ-મળની મર્યાદા જોતા આ માટે પશુ-મળ જ ઉપયોગી થઈ શકે. હજારો વર્ષોથી આ દેશમાં માલધારીઓ વણઝારા-‚પેઘેટા-બકરાને ચરાવતા આવ્યા છે. ખેડુતો એમને પ્રેમથી આવકારતા આવ્યા છે. ઘેટા-બકરા પોતાના ખેતરમાં બેસે-ફરે એ માટે ખેડુતો તે વણઝારાઓને બદલા‚પેઅનાજઆપતાઆવ્યાછે. કારણકેઘેટા-બકરાનામળ-મુત્રજમીનનીફળદ્રુપતામાટેખુબજઉપયોગીબનેછે. જયાંસુધીઆપઘ્ધતિચાલીત્યાંસુધી આ દેશનો ખેડુત સુખી હતો પણ અંગ્રેજોએ આપણા દેશમાં આઝાદી પહેલાના ૮૦-૯૦ વર્ષમાં ૩ અબજ પશુઓની કતલ કરી નાખી કતલખાનાઓ સ્થાપ્યા. આઝાદી પછી પણ થયેલી કરોડો પશુઓની કતલ અને કરોડો પશુઓની નિકાસથી આપણા દેશનું પશુધન ખલાસ થઈ ગયું. કેમિકલ ફર્ટિલાઈઝર્સ આવ્યા. આપણી જમીનની ફળદ્રુપતા દર વર્ષે ૧૦ ટકાના આંકથી ઘટતી ગઈ. જમીન બંજર બનતી ગઈ. આપણો ખેડુત ભિખારી બનવા લાગ્યો. દેવાદાર બનવા લાગ્યો ને આપઘાત કરીને મરી જવા લાગ્યો.

કેમિકલ ફર્ટિલાઈઝર્સ જંતુઓને કારણ બને છે. હાઈબ્રીડ બીજ જંતુઓ સામે ટકવા સક્ષમ નથી. તેથી પેસ્ટીસાઈડસનો ઉપયોગ કરવો પડે છે. આ બધી રામાયણમાં આપણા ગરીબ દેશ પર કુલ ૩ લાખ કરોડનાં વાર્ષિક ખર્ચાનો ભાર વધી જાય છે. પહેલા પશુ આધારીત વ્યવસ્થામાં શૂન્ય ખર્ચ ખેતી હતી. ખેડુતને જે આવક થાય તે શુદ્ધ નફો રહેતી. આ નવી વ્યવસ્થામાં તેની ખેતી જ ખર્ચાળ બની ગઈ. ખેડુતોને સરકારી અનુદાન આપવા જતા દેશનું વિદેશી દેવું વધવા લાગ્યું. તો ત્રીજી બાજુ આ ઝેરી દવાઓ છાંટવાથી પાક સાથે તે ઝેર પણ લોકોના પેટમાં જવા લાગ્યું. પરીણામે કેન્સર વગેરે જીવલેણ બિમારીઓનાં દર્દીઓ વઘ્યા. દવાખાનાઓ, હોસ્પિટલો અને કેમિસ્ટ સ્ટોર્સ વઘ્યા. સરકારી ચિકિત્સાલયોનાં ખર્ચા પણ વઘ્યાને દેશની તિજોરીને વધુ એક ફટકો પડયો.

આ બધો વિચાર કરીએ તો ફલિત થાય છે કે કચ્છના તૃણા બંદરથી ફકત લાખો ઘેટા-બકરા જ નથી જઈ રહ્યા. આ દેશની ધરતીની ફળદ્રુપતા પણ જઈ રહી છે. આ દેશનાં ખેડુતોની સુખ-શાંતી અને સમૃદ્ધ જિંદગી પણ જઈ રહી છે. આ દેશની અમૂલ્ય રાષ્ટ્રીય સંપતિ પણ જઈ રહી છે અને આ દેશના સવા સો કરોડ લોકોનું આરોગ્ય પણ જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.