જામનગરમાં ખંભાલીયા નાકા બહાર આવેલ આર્ય સમાજની સામે આવેલ કોમ્લેક્સના ત્રીજા માળે એક વકીલની ઓફિસમાં ઢળતી સાંજે પ્રચંડ વિસ્ફોટ થયો હતો….જેમાં ઓફીસ અંદર એક પુરુષ અને મહિલા ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે…જ્યાં બંને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે…બોંબ વિસ્ફોટ જેવા જ ભેદી ધડાકાની આ ઘટનામાં પોલીસે જંપલાવ્યું છે…
જામનગરમાં ચૈયતન્ય કોમ્પ્લેક્સમાં આજે સાંજે ૬ વાગ્યા આસપાસ પ્રચંડ વિસ્ફોટ થયો હતો…આ કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ વકીલ રમેશ શ્રીમાળીની ઓફિસમાં ભેદી ધડાકા સાથે પ્રચંડ અઆગ લાગી હતી….જોતજોતામાં આ આગમાં ઓફીસ અંદર રહેલ એક પુરુષ અને એક મહિલા ધાડાકા ભેર દીવાલ સાથે અથડાયા હતા…ધડાકા બાદ તુરંત આગ લાગી જતા પુરુસ અને સ્ત્રી આગમાં સપડાઈ ગયા હતા….ધડાકામાં ગમ્બીર થયા બાદ આગની જ્વાળાઓમાં બંને સપડાઈ જતા ગંભીર રીતે દાજી ગયા હતા…આ બનાવના પગલે ધમધમતા કોમ્લેક્ષ સહીત રોડ પર દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના સમયે દાજી ગયેલ મહિલાની માસુમ પુત્રી ઓફીસ બહાર હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો..
આ ઘટનાને પગલે ફાયરે પહોચી ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.. ઓફીસ અંદર અગન જવાળાઓમાં સપડાયેલા બંને ને ત્વરિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…વકીલ રમેશભાઈ બચુભાઈ શ્રીમાળી અને દિવ્યાબેન પરેશભાઈ ભદ્રેષા ઉવ ૩૫ બંનેની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે. જયારે મહીલાની પુત્રીના હાથના ભાગે ઈજા પહોચી છે..
ભરચક વિસ્તારના કોમ્પ્લેક્ષની ઓફિસમાં ધડાકો કેમ થયો અને ક્યાં સંજોગોમાં વિસ્ફોટ થયો ? કેવા પ્રકારના વિસ્ફોટક નો ઉપયોગ થયો છે? સહિતનો તાગ મેળવવા એસઓજી, સીટી એ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો…બીજી તરફ પોલીસ અને મામલતદારની એક ટીમ હોસ્પિટલ દોડી જઈ ગંભીર રીતે દાજી ગયેલા ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી..