રાજકોટ કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવાનને અન્ય લોકોએ ના પાડવા છતાં કોઝવેના ધસમસતા પ્રવાહમાં બાઇક નાખ્યુ અને સર્જાય દુર્ધટના
રાજકોટ શહેર જીલ્લામાં ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે ચોતરફ પાણી પાણીની પરિસ્થિતિમાં રાજકોટ તાલુકાના રાજસમઢીયા ગામના કાઝવેના ધસમસતા પ્રવાહમાં બાઇક લઇને પસાર થવાની કોશિષ કરનાર ભુપગઢનો યુવાન તણાઇ ગયો હતો દુર્ધટનાને પગલે રાજકોટ તાલુકા મામલતદાર સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ બનાવને ૧ર કલાક વિતવા છતાં હજુ યુવાનનો પત્તો લાગ્યો નથી.
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે બપોર બાદ ભારે વરસાદને કારણે નદી નાળામાં ધસમસતા પાણી વહેતા હોવા છતાં રાત્રીના સમયે રાજકોટ તાલુકાના રામસમઢીયાળા ગામના કોઝવે પર બાઇક લઇને પસાર થવાની કોશિષ કરનાર ભુપગઢ ગામના દેવેન્દ્ર બાબુભાઇ ચાવડા (ઉ.વ.૧૮) નામના યુવાને પાણીના પ્રવાહમાં બાઇક નાખી કોઝવે ઓળંગવાની કોશીષ કરતા પુરતાં પ્રવાહમાં તણાઇ ગયો હતો.
વધુમાં ધટનાની જાણ થતાં રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરા સહીતનો કાફલો ફાયર બ્રિગેડના જવાનોને સાથે રાખી પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત્રી સુધી યુવાનનો પત્તો લાગ્યો નહતો.
રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરાના જણાવ્યા મુજબ મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવેલ શોધખોળ બાદ આ યુવાનનું મોટર સાયકલ મળી આવ્યું હતું જો કે આ યુવાનની ભાડ મળી ન હતી, ઉલ્લેખનીય છે કે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક ઉતારનાર દેવેન્દ્ર ચાવડાને અહીંના સ્થાનીક રહેવાસીઓએ જોખમ ન ખેડવા સલાહ આપી હતી. આમ છતાં આ યુવાને લોકોની વાત અવગણી પુરનાં પ્રવાહમાં કોન્વે પર બાઇક ઉતારતા જ તણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પુરના પ્રવાહમાં તણાયેલ દેવેન્દ્ર ચાવડા ભુપગઢથી રાજકોટ કારખાનામાં કામ કરવા આવતો હતો અને ગઇકાલે પણ રાજકોટ કારખાનેથી નોકરી પૂર્ણ કરી ઘરે જવા રવાના થયો હતો ત્યારે રાત્રીના સાડાનવથી દશ વાગ્યાના અરસામાં આ ગોજારો દુર્ધટના સર્જાઇ હતી.