ઢોરની જેમ ૧૨ થી ૧૫ કલાક કામ છતાં પણ વળતર નહિં!સિરામીક એસોશિએશનને નનામો પત્ર

મોરબીના સિરામિક ઉધોગે ભારતમાં જ નહીં બલ્કે દેશ બહાર કરેલી પ્રગતિમાં પાયાના મૂલ્યો વિસરી જઈ શ્રમિકો માટે કોઈ નક્કર પગલાં ન લેતા એક દુભાયેલા જાગૃત શ્રમિકે સિરામિક એસોસિએશનને આવેદનપત્ર પાઠવી જુદા-જુદા પાંચ પ્રશ્ને ન્યાય માંગ્યો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગની આટઆટલી પ્રગતિ છતાં પણ આ પ્રગતિ પાછળ લોહી રેડનાર શ્રમિકોની બાબતમાં આજદિન સુધી ધ્યાન ન આપતા એક શ્રમિકે સિરામિક એસોસિએશનને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગણી કરી છે.

આ પત્રને અક્ષરશ: જોઈએ તો,સીરામીક કર્મચારીએ જણાવ્યું છે કે મોરબી સીરામીક ઉધોગે દેશ,વિદેશમાં ખૂબ જ પ્રગતિ કરી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે જેની મને ખુબ જ ખુશી છે પરંતુ ઉદ્યોગમાં હરણફાળ પ્રગતિની સાથે જ કેટલાક પાયાના મૂલ્યો વિસરાઈ રહ્યા છે તેથી જ આજે પત્ર દ્વારા હું હોદેદારો તથા સીરામીક માલિકોનું તે તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરું છું.

  • ૧.મજૂરોનું શોષણ,૧૨થઈ૧૫ કલાક કામ કરાવવું,ઓવર ટાઈમ ન આપવો.
  • ૨.તહેવાર કે જાહેર રજા નઆપવી
  • ૩.કર્મચારીઓ સાથે અપશબ્દો બોલવા,માનસિક ત્રાસ,કામનું ઓવરલોડ,મજૂરોને માર મારવો
  • ૪.રોકડમાં પગાર આપવો અને રજાઓનો પગાર કાપવો
  • ૫.મહિનામાં એકપણ રજા ન આપવી(કોઈપણ માણસ ૨૪ કલાક અને ૩૦ દિવસ કેવી રીતે કામ કરી શકે ?)
  • ૬.કારખાનામાં પ્રાથમિક સારવાર નો અભાવ,ટાઇમસર પગાર ન આપવો અને કર્મચારીની ભૂલના પૈસા કાપવા

આવતો અનેક મુદ્દા છે વિગતવાર સમજાવા શક્ય નથી પરંતુ એ કારખાનામાં કામ કરીએ તો જ અનુભવી શકાય તમારા કારખાનામાં કામ કરતો કર્મચારી/મજૂર પોતાના જીવનની કેટલીય મૂલ્યવાન ક્ષણો છોડીને તમારી સાથે તમારી પ્રગતિમાં સહભાગી થતો હોય છે.

તો આપ સર્વની પણ નૈતિક જવાબદારી છે કે,આપ એમને પણ પરિવાર સાથે રહેવાનો સમય આપો અને પૂરતું વળતર આપો.

દરેકનો પરિવાર તેમના માટે મૂલ્યવાન હોય છે,તો એક સીરામીક કર્મચારી તરીકે આપ સર્વની સમક્ષ વિનંતી કરું છું કે મોરબી સિરામિક એસોસિએશન આ દિશામાં તપાસ કરાવે અને નક્કર પગલાં ભરે જેથી આ મુદ્દો સરકારી કર્મચારી કે સરકાર સુધી ન પહોંચે.

  • *કામના કલાક ઘટાડવા
  • *અઠવાડિયે અથવા માસિક રજા ફરજિયાત કરાવવી
  • *યોગ્ય ભથ્થા અથવા ઓવર ટાઈમ આપવો
  • *પગાર બેન્ક ખાતામાં ફરજિયાત આપવો
  • *મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવી
  • બસ એજ આશા સાથે

આમ,એક સીરામીક કર્મચારીએ પોતાની વેદના પત્ર મારફતે વર્ણવી છે ત્યારે જોવું એ રહ્યું કે વાયબ્રન્ટ સીરામીક પ્રમોશનમાં વ્યસ્ત બનેલ એસોસિએશન કર્મચારીઓ પ્રત્યે કેટલું વાયબ્રન્ટ છે !!!

સિરામીક ઉદ્યોગની સ્પષ્ટતા:અમે પૂરતો પગાર અને અન્ય સુવિધા આપીએ જ છીએ

મોરબી સીરામીક ફેકટરીમાં કારીગરોને શોષણ મામલે નનામાં પત્ર બાદ સીરામીક એસોસિએશને સ્પષ્ટતા કરી છે આ મેસેજ મોકલનાર ભાઇ ને મોરબી ના સિરામીક ઉધોગકારો ના દિલાવર હદય જોયા નથી તેમને તેમની નબળી માનસીકતા અથવા તો જે ફેકટરી મા કામ કરે છે તે ફેકટરી ની વાતો કરેલ છે અથવા સિરામીક ઉધોગ ને બદનામ કરવા માટે અજાણ્યા લોકોનું આ કાવતરું છે .મોરબી નો સિરામીક ઉધોગ સરકારી નિયમ થી વધુ જ વેતન આપે છે અને ઓવરટાઇમ મુજબ જ વેતન ચૂકવે છે અને દાત. ડ્રાઇવર નો પગાર રાજકોટ મા ૮૦૦૦ હોય તો તે મોરબી મા ૧૨૦૦૦ છે . કોમ્પયુટર ઓપરેટર અમદાવાદ કે રાજકોટ મા ૯૦૦૦ મા મળે છે જ્યારે અહીં ૧૫૦૦૦ થી લઇ ને ૨૫૦૦૦ સુધી મળે છે અને સારું કામ કરે તો તે જ ફેકટરી વારા તેમને ભાગીદાર પણ કરી અને એક ઉધોગકાર થાય તે માટે નું પણ પ્લેટફોર્મ આપે છે જે આખા વિશ્વ મા પ્રખ્યાત છે .

સિરામીક ઉધોગ ૨૪ કલાક ક્ધટીન્યુ  ઉત્પાદન પદ્ધતિ હોવાથી પ્રોડક્સન મા રજા એકાબીજા કારીગરો સાથે મેનેજ કરી ને જ રાખવામા આવે છે અને ઓફીસ ની અંદર તો વારાફરતી રજા હોય જ છે . રહી વાત ઓવરટાઇમ તો આ ઉધોગ એક મા જ ઓવરટાઇમ તો મળે જ છે પરંતુ સાથોસાથ તમારી અનુકુળતા એ રજા પણ મળે છે . દરેક ઉધોગકાર કર્મચારી ની દરેક પરીસ્થતી મા સાથે જ હોય છે અને નાના મોટા દરેક અકસ્માત મા ઇનસ્યુરન્સ હોવા છતાં ઇનસ્યુરન્સ ના પૈસા સિવાય તેેમનો પગાર તેમજ દવાનો ખર્ચ પણ ઉધોગકારો ચુકવે છે અને સ્ટરલીંગ જેવી હોસ્પ્ટલ મા સારવાર પણ આપે છે અને ફરી સાજો થાય ત્યાં સુધી પગાર પણ આપે છે અને તેને પાછો નાનામોટા કામે રાખી લે છે . સરકાર ને પણ હોસ્પીટલ નું ઇનસ્યુરન્સ ચુકવે છે જેની સારવાર ત્યાં હોસ્પ્ટલ મા સરકારે કરવાની હોય છે તેમ છતા આ બધો ખર્ચ ઉધોગકારો ભોગવે છે .

સિરામીક ઉધોગ મા વધુ પડતા કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોઇ વધારે પગાર માટે કારીગરો માટે સહેલું પડે તેથી કારીગર જ તેમાં જોડાતા  નથી માંગતા અને તેઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમ મા કામ કરવા માંગે છે બાકી દરેક ફેકટરી  એક્ટ ના નિયમ મુજબ બધુ જ ચુકવણુ કરવામાં આવે છે .

આજ સુધી મોરબી મા કર્મચારી સાથે ક્યારેય કોઇ ફેકટરી મા અપશબ્દ બોલવા કે માર મારવાના કિસ્સા ક્યારેય સામે આવ્યા નથી ઉલ્ટાનુ અહીના ઉધોગકારો ખુદ કારીગરો સાથે ધરેલું વહેવાર જેવા કે નાસ્તા પાણી તેમજ સાથે બેસી ને જમતા પણ હોય છે જ્યારે મોરબી બહાર તેમનો માણસ માલીક સાથે બેસી પણ ના શકે ત્યારે આ ઉધોગકારો તો ક્યારેય તેમના સ્ટાફ ને કે કારીગર ને તેમના પગારદાર સમજતા જ નથી તે તો તેમના પરીવાર ના લોકો જ સમજે છે .

અંતમાં મોરબીના દિલાવર ઉધોગકારો દરેક રીતે એક સિરામીક ઉધોગ મા કામ કરતા કારીગરો કે સ્ટાફ ને તેના પરીવાર ની રીતે જ સાચવે છે બની શકે તમારે તમારી માનસીકતા કે જોવાની વિચારધારા  બદલવી પડે અથવા તો તમે જયા કામ કરો છો તે ફેકટરી બદલાવી પડે કારણકે મોરબી ના ઉધોગકારો જો નેપાળ પુર સહાય કરે , પાંજરાપોળ નો તમામ ખર્ચ ઉપાડતા હોય તેમજ અથવા તો સમગ્ર ગુજરાત ના દર્દીનો કે ગૌશાળા મા પણ જરૂરીયાત મંદ ને નાણાકીય સહાય કરતા હોય  , ટંકારા .. કચ્છ . ગોંડલ .. જેતપર વગેરે સ્થળે કુદરતી આફત મા સૌ પ્રથમ તન મન અને ધન થી ઉભા રહેતા હોય ત્યાં આ વાત નો પ્રશ્ન જ ના આવે માટે આ ઉધોગના બદનામ કરવાના બદલે આ ઉધોગકારો ના સારા ગુણો નો પ્રચાર કરો તેવી આશા.. વધુ તમને કાંઇ તકલીફ હોય તો કંપની ના નામ સાથે આપ એશોસીએસન ઓફીસ પર રૂબરૂ આવી શકો છો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.