જે ડેપો પર ખાતરની થેલીઓમાં વજન પુરતુ હશે ત્યાંથી વેંચાણ ચાલુ રખાશે

વહેલી તકે તમામ કેન્દ્રો પરથી ખાતર વેંચાણ શ‚ કરવા ખેડૂતોની માંગ

છેલ્લા થોડા દિવસથી ડીએપી ખાતરની થેલીઓમાં વજન ઓછું હોવાની ફરિયાદો ઉઠી હતી જેને પગલે સધન ચેકિંગની કાર્યવાહી થતા ખેડૂતોને ખાતર ઓછુ આપી છેતરપિંડીનું મહાકૌભાંડ ઝડપાતા બાદમાં રાજય સરકારે અચોકકસ મુદત માટે તમામ ડેપો પરથી ખાતરનું વેંચાણ બંધ કરી દીધું હતું અને વેંચાણ માટે મુકાયેલો ખાતરનો તમામ જથ્થો પાછો ખેંચી લેવાયો હતો. ગત શનિ, રવિ બે દિવસ ખાતર વેંચાણ સધન બંધ રહેતા ખેડૂતો પણ મુંઝાયા હતા.

ખાતરના મહાકારસ્તાન બાદ આજે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરના વેંચાણ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. કૃષિ મંત્રીએ આજે સત્તાવાર જાહેર કર્યું છે કે જે ડેપો પર ખાતરની થેલીઓનું વજન પુરતુ હશે ત્યાંથી વેંચાણ ચાલુ રખાશે અને હજુ પણ જે કેન્દ્રોએ ખાતરની બેગમાં ઓછો વજન જોવા મળી રહ્યો છે તેવા તમામ ડેપો પરથી અચોકકસ મુદત સુધી વેંચાણ બંધ રહેશે.

બનાસકાંઠાની જીએનએફસી કંપનીએ આજથી ખાતરનું વેંચાણ શરૂ કરવાનો આદેશ કર્યો છે અને આ જીએનએફસી ડેપોમાં વેંચાણ શ‚ પણ કરી દેવાયું છે. વાવણીના સમયમાં ખાતર સમયસર નહીં મળે તો ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાશે તેથી વહેલીતકે ખાતરનું વેંચાણ શ‚ કરવા જગતના તાતે માગ ઉઠાવી છે.તંત્ર દ્વારા તોલમાપની કાર્યવાહી પૂર્ણ થઈ જતા આજથી ફરીથી સાચા કેન્દ્રો પરથી ખાતર વેંચાણ શ‚ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.