શહેરનાં મવડી પ્લોટ વિસ્તારમાં ૨૪૭ કાર્યરત સુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોરના પાર્ટનર બાબુભાઈ ભુવાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૨ વર્ષથી મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલો છું. અમારા મેડિકલ સ્ટોરમાં ૭૨ હજાર કરતા વધારે મોટાભાગની મેડિકલ કંપનીઓની દવાઓ ઉપલબ્ધ છે અમારે ત્યાં દરેક પ્રકારની દવાઓ રાહતદરે ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન ફાર્મસીમાં વધારે ડિસ્કાઉન્ટથી દવાઓ આવે છે પરંતુ તેના નુકસાન અનેક છે કોઈપણ ગ્રાહક નશાકારક દવાઓ એક જ પ્રિસ્કોપ્શન પર એક કરતા વધારે ઓનલાઈન ફાર્મસી પાસેથી મંગાવી શકે છે તેવા અનેક ગેરફાયદા છે. ઓનલાઈન ફાર્મસી પાસે ઓર્ડર થયેલી દવા ન હોય તો સબટીટયુટ કરીને ગ્રાહકોને બીજી દવા મોકલી આપતા હોય છે. અમારી પાસે દવા લેવા આવે અને તે ન હોય તો તે અંગે ગ્રાહકોને કાઉન્સીલીંગ કરી ડોકટરનો સંપર્ક કરીને દવા બદલી આપીએ છીએ. શકય હોય તો દવા બદલવાના બદલે મંગાવી આપીએ છીએ તેમ જણાવીને બાબુભાઈએ ઉમેર્યું હતું કે, અમો પ્રિસ્ક્રીપ્શન વગર દવા આપતા નથી. પ્રિસ્ક્રીપ્શન પર દવા લીધા બાદ દર્દીએ ડોકટરને બતાવીને જ વાપરવાની સલાહ આપીએ છીએ. ઘણી દવાઓ એવી હોય છે કે તેનો ડોઝ પુરો કરવો જરૂરી છે. દર્દીઓ એકાદ બે દવા લીધા બાદ સારું થઈ જતા બીજી લેતા નથી. જેથી દર્દીઓના શરીરમાં આવી દવા સામે રેઝીસ્ટન્ટ આવી જતું હોય છે. જેની અમે દર્દીઓને ડોકટરે લખી આપેલી દવાનો પુરેપુરો ડોઝ પૂર્ણ થાય ત્યાં સુધી લેવાની સલાહ આપીએ છીએ જે ઓનલાઈન ફાર્મસીમાં ઉપલબ્ધ નથી હોતી તેમ જણાવીને બાબુભાઈએ અંતમાં જણાવ્યું હતું કે, અમો ગ્રાહકો પાસેથી તેમની અનુકુળતા મુજબ કેશ, ઓનલાઈન કે પેટીએમથી પેમેન્ટ લઈએ છીએ. ઉપરાંત નિયમિત ગ્રાહકોને ફ્રી હોમ ડિલેવરી પણ આપીએ છીએ.
રીટેઇલ મેડિકલ સ્ટોરમાં દવાના ડોઝ અને લેવાની રીતની સમજ આપીએ છીએ જે ઓનલાઈન ફાર્મસીમાં ઉપલબ્ધ નથી: બાબુભાઈ ભુવા
Previous Articleસ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતો ‘રેનોલ્ટ કાર’ શોરૂમ
Next Article શું ધોની વર્લ્ડકપ પહેલા પોતાની ઈનિંગ્સ સમેટી લેશે?