નેશનલ સ્ટોક એક્સચેન્જે કરી જાહેરાત : 7 જુલાઈથી ફેરફાર લાગુ
નેશનલ સ્ટોક એક્સચેન્જએ જાહેરાત કરી છે કે હવે તેના બેંક ફ્યુચર એન્ડ ઓપશનની એક્સપાયરી ગુરુવારને બદલે શુક્રવારે થશે. એટલે કે, ટ્રેડર્સને હવે કોન્ટ્રાક્ટ રિડીમ કરવા માટે વધારાનો દિવસ મળશે.
એમએસઇએ આજે મંગળવારે આ જાહેરાત કરી છે. આ ફેરફાર 7 જુલાઈથી અમલમાં આવશે. ગુરુવારે સમાપ્ત થતા તમામ કોન્ટ્રાક્ટ હવે શુક્રવારમાં શિફ્ટ કરવામાં આવશે. નવી જાહેરાત મુજબ, પ્રથમ શુક્રવારની મુદત 14મી જુલાઈએ થશે.
આ ફેરફાર સાથે, એનએસઇ હવે સોમવાર સિવાય અઠવાડિયાના દરેક દિવસે ફ્યુચર એન્ડ ઓપશન એક્સપાયરી કરશે, જે 9 જુલાઈથી શરૂ થતા સપ્તાહથી પ્રભાવિત થશે.
મંગળવારે નિફ્ટી ફાઇનાન્શિયલ એક્સપાયરી છે, બુધવારે નિફ્ટી મિડકેપ સિલેક્ટ, ગુરુવારે નિફ્ટી 50 અને હવે બેન્ક નિફ્ટીની શુક્રવારે હશે. નિફ્ટી ફાઇનાન્શિયલની શરૂઆતમાં ગુરુવારે એક્સપાયરી હતી, પરંતુ તે પછીથી બદલીને મંગળવાર કરવામાં આવી હતી.