બાકીદારોને યોજનાનો લાભ લેવા સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલની અપીલ
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. જે આગામી તા.31 માર્ચના રોજ પૂરી થઈ રહી છે.
આ અંગે માહિતી આપતા સ્ટે . કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી હોઇ , આ યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10 % , 15 % , 25 % , 25 અને 25 % મુજબ 5 વર્ષ સુધીમાં બાકી રકમ ભરપાઇ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે . બાકી મિલકતવેરો ભરવો હોય પણ એકસાથે બાકી મિલકતવેરો ભરી શકતા ન હોય અને તેને કારણે દર વર્ષે 18 % જેટલું વ્યાજ ચડતુ રહેતુ હોય છે . મિલકતધારકો પરથી આ નવા વ્યાજનો બોજ હળવો થાય તે માટે નવી અમલી બનેલ ‘ વન ટાઇમ ઇન્સટોલમેન્ટ સ્કીમ ’ હેઠળ આગામી ચાર વર્ષમાં કરવેરાની બાકી રકમ કટકે કટકે ભરી શકશે અને તે દરમિયાન જૂના બાકી વેરાનું વધારાનું વ્યાજ પણ ચડતું બંધ થશે.
આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકતવેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10 % મુજબની કુલ રકમ તા .31/03/2023 સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા વર્ષે 15 % મુજબ તેમજ ત્યારબાદના 3 વર્ષોમાં પ્રત્યેક વર્ષે 25 % મુજબ , એમ મળી , કુલ 5 વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજુર કરેલ છે .
આ યોજના મુજબ શહેરીજનો તાત્કાલિક અસરથી મિલકતવેરાની રકમ ભરપાઇ કરી શકે તે માટે નવા નાણાકીય વર્ષથી અમલી બનાવવાના બદલે ચાલુ નાણાકીય વર્ષથી જ આ યોજના લાગુ કરવામાં આવેલ છે . જે અંતર્ગત તા .14 / 02 / 2023 થી આજ દિન સુધીમાં અંદાજે 5500 જેટલાં મિલકતધારકોએ લાભ લીધેલ છે , અને ‘ વન ટાઇમ ઇન્ટોલમેન્ટ સ્કીમ ’ હેઠળ 10 % મુજબ રૂ .7.62 કરોડ ભરપાઇ કરેલ છે . ચાલુ નાણાકીય વર્ષમા કુલ 368750 કરદાતાઓ દ્વારા કુલ રૂ .302 કરોડ મહાનગરપાલિકામાં ભરપાઇ કરવામા આવી છે.
વિમાનગર, ભાવનગર રોડ, ભૂપેન્દ્ર રોડ પર બાકીદારોની 16 મિલકતો સીલ
34 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ: રૂ.1.71 કરોડની વસૂલાત સાથે ટેક્સની આવક 307 કરોડે પહોંચી
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં વધુ આક્રમક બની છે. આજે શહેરના વિમાનગર, ભાવનગર રોડ, મહુકા માર્ગ, ભૂપેન્દ્ર રોડ, મહિલા કોલેજ ચોક પાસે સહિતના વિસ્તારોમાં બાકીદારોની 16 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 34 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. આજે બાકી વેરા પેટે રૂ.1.71 કરોડની વસૂલાત થવા પામી હતી. ટેક્સની આવકનો આંક 307 કરોડે પહોંચી ગયો છે.
આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 11 અને ઇસ્ટ ઝોનમાં પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણેય ઝોનમાં અનુક્રમે 12, 11 અને 11 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. સે
ન્ટ્રલ ઝોનમાં બપોર સુધીમાં બાકી વેરા પેટે 1.09 કરોડ, વેસ્ટ ઝોનમાં રૂ.33.48 લાખ અને ઇસ્ટ ઝોનમાં 28.56 લાખની વસૂલાત થવા પામી હતી. ટેક્સ બ્રાન્ચને આપવામાં આવેલા રૂ.340 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં 307 કરોડની વસૂલાત થવા પામી છે.