લો ઓફ પેરેન્ટીંગ એટલે વાલીઓ માટેના નિયમો વિષયે સાઈરામ દવે, પારસ પાંધી અને ડો. વિશાલ ભદાણી આપશે માર્ગદર્શન
મા-બાપને ખરાઅર્થમાં વાલી બનાવવા વાલીઓનો ના નિયમો માટે સાઈરામ ફાઉન્ડેશનની અકે નવી પહેલ થઈ રહેી છે. 3 મેના રોજ રાતે 9 વાગે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હોલમાં લો ઓફ પેરેટીંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંતાનને જન્મ આપવો ખુબ સહેલો છે પરંતુ સાચા મા – બાપ બનવું ખુબ અઘરૂ છે . ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસના અતિક્રમણ અને વિભકત કુટુંબના વાતાવરણને લીધે આજના બાળકની બાળપણની મસ્તી અને મોજ ખોવાઇ રહી છે. તેની કુતુહલતા અને વિષય વેન્ટીલેટર ઉપર છે . બાળકની આખોમાંથી આશ્ચર્ય અને આનંદ ઓછા થઇ રહ્યા છે.
પરંતુ સમાજમાં કોઇને આ વાતની કિંકર નથી કારણ કે ” બાળકો કોઇની વોટબેંકમાં જ નથી આપણા દેશમાં કરોડોનું ફૂલેકું કેવું તેનો હાહાકાર અને અરેરાટી ચોમેર સંભળાય છે , પરંતુ ભવિષ્યનું ભારત જેના કુમળા હાથમાં છે એવા કરોડો બાળકો નિરાશા અને હતાશાના કાદવમાં ધીરે ધીરે ઉત્તરી રહ્યા છે તેનો કોઇને જ પણ નથી . કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ નીવી શિક્ષણ નીતિનો લક્ષ્ય શિક્ષણ પ્રણાલીને આકાર આપવાનો છે જે ભારતના તમામ બાળકોને લાભ આપે જેથી કોઈ બાળક જન્મ અથવા પૃષ્ઠભૂમિની પરિસ્થિતિઓને કારણે શીખવાની અને આગળ વધવાની કોઇ તક ગુમાવે નહીં ત્યારે શાળાઓ અને બાળકો તો તૈયાર છે પરંતુ શું તેમના પેરેન્ટ્સ તૈયાર છે ? શું વાલીઓને ખ્યાલ છે કે નવી શિક્ષણ નીતિ શું છે ? બાળકો પર તેની શું અસર થશે ? તેનાથી અભ્યાસમાં શું પરિવર્તન આવશે ? આવા અનેક સવાલોનો જવાબ તમને આ સેમિનારમાં મળશે.
ગરીબાઈના ખપ્પરમાં હોમાયેલું ઝુંપડાનું બાળક આત્મહત્યાનો વિચાર શુધ્ધા નથી કરતું ક્ધિતુ એક હાથમાં ચાલીસ હજારનું ટેબ્લેટસ , બીજા હાથમાં ત્રૌસ હજારનો મોબાઇલ, સાથે આઠ જારના શૂઝ પહેરીને એ.સી. બેડરૂમમાં બેઠેલું આજનું બાળક ડિપ્રેશનમાં છે . સ્યુસાઇડનું વિચારે છે તો આમાં વાંક કોનો ? આવા તો કેટલાય પ્રશ્નો અને તેના ઉપાયો સાથે મળીને વિચારીએ THE LAW OF PARENTINGમા.
શું બાળ અધિકારનો શબ્દ આપણા શબ્દકોષમાં જ રહેશે ? બાળકો પર કેટલો અંકુશ રાખવો ? બાળકોને કેટલી હદ સુધી સ્વતંત્રતા આપવી ? ડુઝ અને ડોન્ટસનું એક લાબું લચક લીસ્ટ દરેક માતાપિતાના માનસપટ્ટ પર છવાયેલું જ રહે છે ત્યારે બાળકને આ ન કરાય તે ન કરાય , પેલું ન જોવાય આમ ના બોલાય .. આવા તો ઢગલાબંધ વાકયો આજનું બાળક દિવસમાં દશ વાર સાંભળે છે . બાળકને શું નથી કરવાનું એ બધાને ખબર છે તો બાળકને શુંરવાનું છે એનું તો વિસ્તૃત વર્ણન કોઈ કરો …
આપણા બાળક સાથેનો આપણા તંદુરસ્ત સંવાદ કયાંક સુકાય રહ્યો છે . શ્રી સાંઇલક્ષ્મી કાઉન્ડેશન તથા નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના ઉપક્રમે ચોજાનાર
THE LAW OF PARENTING દ્વારા આવો તમારા સંવાદને ફરી સજીવન કરીએ . આ સેમિનારમાં શિક્ષણવિદ સાંઇરામ દવે મોટીેવેશનલ સ્પીકર પારસ પાંધી તથા લોકભારતી સણોસરા યુનિવર્સીટીના પ્રો – વાઇસ ચાન્સેલર વિશાલ ભાદાણી ન્યુ એજ્યુકેશન પોલીસી તથા પેરેન્ટીંગને લગતી અનેકવિધ બાબતો વિશે પ્રકાશ પાડશે .
3 મી ના રોજ રાત્રે 9:00 ક્લાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમ માત્ર વાલીઓ માટેજ છે જે સંપૂર્ણ પણે નિ:શુલ્ક છે . પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું કરજીયાત છે . રજીસ્ટ્રેશન માટે //yntingalaxmif oundation.com લોંન્ક પર ક્લિક કરો અથવા તો આપેલ QR CODE SCAN કરી રજીસ્ટ્રેશન કરી શકો .રજીસ્ટ્રેશન બાદ આપના મોબાઇલ પર E – PASS ડાઉનલોડ થશે જે એન્ટ્રીગેઈટ પર બતાવી આપની એન્ટ્રી મેળવી શકશોે આ કાર્યક્રમ મર્યાદીત સીટ હોય . વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી આપની સીટ બુક કરી શોલો.