ઓર્ગેનિક પ્રદાન આરોગ્ય વિષયક પાંચ દિવસીય શિબિર: ૭૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો
“જૈવિક બને ગુજરાત,સ્વસ્થ રહે ગુજરાત “સુરત કામરેજ દાદા ભગવાન મંદિરે પાચ દિવસીય જૈવિક કૄષિ શિબિરનુ આયોજન. સુરતના કામરેજ મુકામે દાદા ભગવાન મંદિરે જૈવિક કૄષિ શિબિરનુ તા.૨૦/૮ થી તા.૨૪/૮ સુધી પાંચ દિવસનુ આયોજન સુમુલ ડેરી અને બારડોલી સુગર ફેકટરી તરફથી કરવામાં આવેલ છે
જેમા વકતા તારાચંદ બેલજી(જૈવિક ખેતી સંશોધક નરસિંહપુર), ડો.કિશનચંદ્રા (વેસ્ટ ડિકંપોજરના પ્રણેતા-ગાજીયાબાદ દિલ્હી)અને ડો.હષઁદ પંડયા વિવિધ વિષયો પર માગઁદશઁન આપેલ.આજે શિબિરના ત્રીજા દિવસે તારાચંદજી તેમજ ડો.હષઁદ પંડિતે વકત્વય આપેલ. ડો.હષઁદ પંડિતે પોતાના ૪૦ વષઁની જહેમતનો અકઁ આપતા જણાવેલ કે હજારો વષઁથી તંદુરસ્તી ભોગવતો દેશ આજે રોગમય બની ગયો છે એકાએક ૮૦ વષઁના ગાળામા એવુ તે શુ થયુ કે ડોકટરો, દવાઓ, હોસ્પિટલોની સેવાઓ છતા રોગો અને દવાઓ વધ્યા ? મુંઝવણો વધી.વિદેશીઓ આપણા જ શ્રેષ્ઠ લોકોની શ્રેસ્ઠતાનો ઉપયોગ કરી સૈનિક બનાવીને ગુલામી કાયમ રાખવા મહેનત લય રહ્યા છેઆપણામા તાકાત,શ્રેષ્ઠતા છૈજ કે ભારતીય દ્વારા આખી દુનિયા આપણે ત્યાં સારવાર કરાવવા આવશે.નિદાન અને ખોરાક દ્વારા ઉપાય થાય છે
બધુ જ આપણા હાથમાં છે”અત્રે ઉલ્લેખનીય છે કે ડો.હષઁદ પંડિત અત્યારે ૭૫ વષઁની ઉમરે પણ તંદુરસ્ત છે અને ૪૦ વષઁથી હેલ્થ અંગે ભારતભરમા સેમિનાર શિબિરોમા તંદુરસ્ત હેલ્થ અંગે તેમજ ડાયાબિટીસ,કીડનીના રોગો, કોલેસ્ટ્રોલ, કેન્સર, યુરીનની એસીડીટી, પ્રોટીન વગેરે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.આ શિબિરમા ઉપસ્થિત મહાનુભાવોમા રમેશભાઈ પંડયા (ગાજીયાબાદ) તેમજ શિબિરમા ભાગ લેવા માટે એમપી. મહારાષ્ટ્ર. યુપી.હરિયાણા. રાજસ્થાન ૫ રાજયોના ૧૦૦ જેટલા લોકો સહિત કુલ ૭૦૦ જેટલા લોકો એ ભાગ લીધેલ શિબિરને સફળ બનાવવા બાબુભાઈ દુધાત, મનોજભાઈ પટેલ(શેખપુર), યશપાલભાઇ ગોસ્વામી, જન્તિભાઇ બારસડી, તુલશીભાઇ રાવલ, જીતેશભાઇ સોની, ભરતભાઇ અલુરાએ ભારે જહેમત ઉઠાવેલ એમ નટવરલાલ ભાતીયા ની યાદી જણાવે છે