તાજેતરમાં ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઈન્ડીયા રાજકોટ બ્રાંચ સિધ્ધિ વિનાયક હોસ્પિટલ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી એઈડસ રાજકોટના સંયુકત ઉપક્રમે સિધ્ધિવિનાયક હોસ્પિટલ, ઈન્દ્રપ્રસ્થ હોલની સામે મવડી રોડ મુકામે મહિલાઓ માટે પેપ સ્મિયર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૦ જનરલ બહેનો તથા ૧૯ એચ.આઈ.વી. ગ્રસ્ત મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઈન્ડીયા રાજકોટ બ્રાંચના મેનેજર જશુભાઈ પટેલ તથા સિધ્ધિ વિનાયક હોસ્પિટલના ડો. રોલીબેન શરણ દ્વારા ઉપસ્થિત બહેનોને જે તે ઉમરમાં ગર્ભાશયના મુખના કેન્સરની શકયતા તેમજ આ નિદાનની જ‚ર શા માટે છે તે બાબતે ઉડાણથી માહિતી આપી હતી. સિધ્ધિ વિનાયક હોસ્પિટલના ડોકટર રોલી શરણ દ્વારા તમામ બહેનોનું નિદાન કરીને સારવાર સૂચવવામાં આવેલ તથા જ‚રી લાગતા જોખમી બહેનોનું સ્મિયર લઈને લેબોરેટરી તપાસ માયે મોકલવામં આવેલ.

ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઈન્ડીયા રાજકોટ બ્રાંચના એન.એન. એમ. પૂનમબેન ભરાડ, તથા સ્ટોરકીપર ભાવનાબેન વિરડીયા દ્વારા દવાઓ આપવામાં આવી હતી. લેડી હેલ્થ વીજીટર શિલ્પાબેન નિમાવત તથા એએનએમ સોનલબેન દેવાચાર્ય દ્વારા ડોકટરને નિદાન સમયે મદદ‚પ થયા હતા. આ કેમ્પનું સંકલન અને વ્યવસ્થાપન ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઈન્ડીયા રાજકોટ બ્રાંચ કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફીસર મહેશભાઈ રાઠોડ તથા સિધ્ધિ વિનાયક હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ની‚પાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતુ.

સિધ્ધિવિનાયક હોસ્પિટલના ડોકટર રોલી શરણ તથા ડોકટર સંજય કુમાર રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પોજીટીવ પીપલ લીવીંગ વિથ એચઆઈવી એઈડસના વિહાન પ્રોજેકટ કાઉન્સેલર ચેતનાબેન ગોહેલ પન્નાબેન અકબરી તથા એફપીએઆઈ રાજકોટ સાથે જોડાયેલ તમામ લિંક પર્સનના પ્રયત્નો સફળતાનૂં સોપાન હતુ. આ ઉપરાંત એફ.પી.એ. આઈ રાજકોટ બ્રાંચ પ્રેસીડેન્ટ મહેશભાઈ મહેતા તેમજ આડીએનપીના પ્રેસીડેન્ટ જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.