વી.વી.પી એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રીકલ વિભાગમાં વિઘાર્થીઓ માટે ન્યુકલીય ઉર્જા ઉપર એકસપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું ન્યુકલીય ઉર્જા ઉપર લેકચર આપવા માટે એનપીસીઆઇ એલ (ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લી.) માં કાર્યરત એન.કે. ગાંધી આવ્યા હતા.
એનપીસીઆઇએલ વિશે જણાવતા તેમણે જણાવેલ કે એનપીસીઆઇએલ એ કેન્દ્ર સરકાર હસ્તક નિગમ છે. જેનો વહીવટ ડીએઇ (ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી) કરે છે. એનપીસીઆઇએલ પાસે હાલ બાવીસ રીએકટર છે. જે અંતર્ગત કાઇગા કાઇગા એટમીક પાવર સ્ટેશને સતત ૯૪૧ દિવસ સુધી કાર્યરત રહીને વિશ્ર્વવિક્રમ નોંધાવેલ છે
તેમણે પોતાના વકતવ્યમાં ઉજા વિશે જણાવીએ ખાસ તો ન્યુકલીઅર ઉજાની ઉપયોગીતા, સલામતી, જાગૃતિ પર ભાર મુકેલ. ઉપરાંત તેમણે વિઘાર્થી સમક્ષ ન્યુકલીયર પાવર પ્લાન્ટનું વકીંગ મોડેલ પણ રજુ કર્યુ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ઇલકેટ્રીકલ વિભાગના વડા ડો. ચિરાગ વિભાકર, પ્રો. કિશન ભાયાણી તેમજ તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.