ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝાની નવી પહેલ
‘જ્ઞાન કુટીર’માં કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધીત માર્ગદર્શન આપવામાં આવશે: લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ઉંઝા ખાતે આયોજન: રજીસ્ટ્રેશન અનિવાર્ય
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ઉંઝા ખાતે ઇનોવેટીવ અને ટેકનીકલ તેમજ કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધીત વ્યવસાય, ધંધો, કૃષિ સાથે સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપવા માટે ‘વેપાર મંથક ચોરો’તેમજ ‘જ્ઞાન કુટીર’નું સુંદર આયોજન કવરામાં આવ્યું છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ઉઘોગ અને વેપાર સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ, રીસર્ચ અન અકેડેમીશયન, ખેડુત, સ્ટાર્ટઅપ અને અનુસ્નાતક વિઘાર્થીઓની ઉ૫સ્થિતિમાં વેપાર, ધંધા તથા ઉઘોગ ક્ષેત્રને લગતા વિવિધ વ્યવસાય અને ઉઘોગ સાથે સંકળાયેલા અનુભવી માર્ગદર્શક દ્વારા વ્યકિતગત રીતે વ્યકિતઓના સમુહ દ્વારા ઇનોવેટીવ અને ટેકનીકલ માર્ગદર્શન આપવામ) આવશે.
વેપાર મંથક ચોરો માં સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહરની પ્રેરણા સમાન ત્રણ વેપાર મંથક ચોરો જેમાં સત્ય કામ વેપાર મંથન ચોરો, ગાર્ગી વેપાર મંથન ચોરો અને ચરક વેપા મંથન ચોરો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ઉંઝાની પાવન ભૂમિ પર યોજાનાર વૈશ્ર્વિક કક્ષાની આ કોન્કલેવમાં ભાગ લેવાની સુવર્ણ તકનો લાભ લેવા ઇચ્છતા ભાઇ-બહેનોએ રજીસ્ટ્રેશન માટેની લીન્ક https://froms.hubilo.com/registerforGIC2019 પર રજીસ્ટ્રેશન કરાવવું.
ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ માં ધર્મ થી કર્મ તરફ પ્રયાસ કરવા ગ્લોબલ ઇનોવેશન કોન્કવેલનું આયોજન કરવાની પહેલ આ ધાર્મિક સંસ્થાન દ્વારા કરવામાં આવેલ છે.
આ કોન્કવેલમાં સમાજના વિવિધ વર્ગો, વ્યવસાય, ધંધો, કૃષિ તથા રોજગાર સાથે સંકળાયેલ પ્રોફેશનલ્સ જુદા જુદા ક્ષેત્રોમાં નવા અભિગમ, સાતત્યપૂર્ણ વિકાસ, પ્રગતિ, સફળ નેતૃત્વ પ્રાપ્ત કરી શકે તે હેતુસર ઇનોવેશન, ટેકનોલોજી, એગ્રીકલ્ચર (ખેતી) વેલ્થ ક્રીએશન અને ઇન્ડયુબેશન જેવા વિશેષ વિષયો કેન્દ્રીત કરીને વેપાર મંથન ચોરો નું આયોજન કરેલ છે.
જ્ઞાન કુટીર માં સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહરની પ્રેરણા સ્ત્રોત સમાન તજજ્ઞોના નામે ત્રણ કુટીર જેમાં વેદવ્યાસ કુટીર (વેદ વિજ્ઞાનના રચચિતા), આર્યભટ્ટ કુટીર (પ્રથમ ભારતીય ગણિતયજ્ઞ અને ખગોળવિજ્ઞાની) અને બલરામ કુટીર (ભારતીય કૃષિ પ્રેરણામૂર્તિ) મારફતે કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધીત માર્ગદર્શન આપવામાં આવશે.
ઉંઝાની પાવન ભૂમિ પર યોજાનાર વૈશ્ર્વિક કક્ષાની આ કોન્કલેવમાં ભાગ લેવા ભાઇ-બહેનોએ રજીસ્ટ્રેશન માટે લીન્ક https://froms.hubilo.com/registerforGIC2019 પર રજીસ્ટ્રેશન કરાવવું
આ કોન્કલેવમાં સમાજના વિવિધ વર્ગો, વ્યવસાય, ધંધો, કૃષિ તથા રોજગાર સાથે સંકળાયેલ પ્રોફેશનલ્સ જુદા જુદા ક્ષેત્રોમાં નવા અભિગમ સાતત્યપૂર્ણ વિકાસ, પ્રગતિ સફળ નેતૃત્વ પ્રાપ્ત કરી શકે તે હેતુસર ઇનોવેશન ટેકનોલોજી એગ્રીકલ્ચર (ખેતી), વેલ્થ ક્રીએશન અને ઇન્કયુબેશન જેવા વિશેષ વિષયો કેન્દ્રીત કરીને જ્ઞાન કુટીરનું આયોજન કરેલ છે.