ખેતી પ્રધાન દેશમાં ગામડાઓના ખેડૂતો દ્વારા ખેતીની પદ્ધતિમાં અનેક આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મોરબીના ખેડૂત મહમદભાઈ શૈખે ટ્રેલિઝ પદ્ધતિથી ખેતી કરીને એક ઇતિહાસ રચ્યો છે. આ ખેડૂતની કોઠા સુજ અને ટ્રેલિઝ પદ્ધતિના પ્રયોગ દ્વારા શાક-ભાજી ઉત્પાદનમાં મબલક પાક મળી રહ્યો છે. વર્ષોની શાક-ભાજીની ખેતીના અનુભવને ટેકનોલોજીનો સમનવય કરી ખેતીમાં સારું એવું ઉત્પાદન મેળવ્યું છે.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામના પ્રગતીશીલ ખેડુત મહમદભાઈ જલાલભાઈ શેખ છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીની ખેતી કરે છે. શાકભાજીમાં મુખ્યત્વે વેલાવાળા શાકભાજીઓ વરસાદ થતા જ સુકાઈ કે પાકી જતા હોય છે. પરંતુ આ શાકભાજીને યોગ્ય દિશા અને ટેકો આપવામા આવે તો ખુબ સારો વિકાસ અને રોગ જીવાત મૂકત શાકભાજી પકવી શકાય છે. સરકારશ્રીનાં બાગાયત વિભાગનાં સહયોગથી મહમદભાઈ એ પોતાની વાડીમાં પકવાતા શાકભાજીમાં ટેકા-માંડવાની શરૂઆત કરી આ પધ્ધતિને અંગ્રેજીમાં ટ્રેલીઝ પધ્ધતિ કહે છે. તાજેતરમાં જ થયેલા વરસાદમાં સારા એવા પહેલા રાઉન્ડ બાદ જયારે વેલાવાળા શાકભાજી એક બે રૂપીયે કિલો વેચાવા લાગ્યા ત્યારે મહમદભાઈ અને તેમના બે દિકરાઓ રઝાકભાઈ અને સિકંદરભાઈએ હિંમત હાર્યા વિના ચાર-પાંચ દિવસો તોપાકેલા કારેલા ફષંકી દીધા પરંતુ પ્રથમ રાઉન્ડ બાદ આવેલા આ બીજા વરસાદના રાઉન્ડમાં પણ મામદ બાપાની કારેલી એકદમ નરવી ઉભી છે અને ઢગલાબંધ કારેલાનું ઉત્પાદન તેમને હજી પણ મળવાનું છે.
શાકભાજી એટલે કેબકાલામાં એક કટ લાગે એટલે ખેડુભાઈ રાજીના રેડ થઈ જતા હોય તેવી કહેવત ખરેખણ મહમદબાપાને લાગુ પડી. તેમના ફાર્મમાં કારેલી ઉપરાંત મરચી, કાકડી,ભીંડા, ગુવાર, રીંગણા વિગેરે પાકો ખૂબજ તંદુરસ્ત અવસ્થામાં હાલ ઉભા છે અને દરરોજ ટન મોઢે ઉત્પાદન તેઓ કાઢી રહ્યા છે.
આવી વૈજ્ઞાનિક પધ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો મોરબી જિલ્લામાં ખૂબજ જથ્થામાં શાકભાજીઓ અને નવા નવા ફળપાકો પકવવાનો પુષ્કળ સ્કોપ છે તેમ આ જિલ્લાનાં બાગાયત વિભાગનાં વડા નિલેશ કામરીયા જણાવી રહ્યા છે. વધુમાં ચાલુ સાલ જો કોઈ પણ બાગાયત ખેતી કરતા ખેડુતો ટેકા-માંડવા, તાડપત્રી, બેટરી સંચાલીત પંપ, સ્વયં સંચાલીત મશીનરી, ટ્રેકટર, ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયરો લેવા માંગતા હોય તેમને પણ લાભ મળી રહે છે. ઉપરોકત સિવાયના ઘણા ઘટકોમાં સરકારનાં નિયમોનુસાર સબસીડી મળવાપાત્ર છે. આવી રીતે વધુમાં વધુ ખેડુતો નવી નવી ખેતી પધ્ધતિ કે ટેકનોલોજી અપનાવે અને સરકાર દ્વારા તેની મળવાપાત્ર સહાય પણ મેળવે તે ઈચ્છનીય છે, તેવું નાયબ બાગાયત નિયામક મોરબીન યાદીમાં જણાવ્યું છે.