લોકડાઉનમાં નવરા પડેલા લોકોને નકારાત્મક વિચારો ઝડપથી ધેરી લે છે: આવા માનસિક તણાવને દુર કરવા જિલ્લા વહીવટી તંત્રે મનોચિકિત્સકની નિ:શુલ્ક સેવા શરૂ કરી
કહેવાય છે કે નવરું મન શૈતાનના ઘર સમાન હોય છે. નવરા બેઠેલા લોકોમાં નકારાત્મક વિચારો ઝડપથી ઘર કરી જતા હોય છે. આવા નકારાત્મક વિચારોને કારણે લોકો ઝડપથી મનોરોગનો શિકાર બની જતા હોય છે. ભારતમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનમાં જીવનજરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ હોય ઘરે નવરા બેઠેલા લોકોને મનમાં અનેક વિચારો આવે છે. જેમાં નકારાત્મક વિચારો વધુ હોય લોકો મનોરોગનો શિકાર બની જતા હોય છે આથી લોકો મનોરોગ શિકાર ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ કાઉન્સીલીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
રાજકોટ કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલા કાઉન્સીલીંગ સેન્ટરમાં માનસિક તણાવ અનુભવતા લોકો ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે છે આ કાઉન્સીલીંગ સેન્ટરમાં સિવિલ હોસ્પિટલના મનોરોગના નિષ્ણાંત તબીબો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રાઘ્યાપકો અને જિલ્લા બાળ સુરક્ષા કચેરીના અધિકારીના સુપરવિઝન હેઠળ મનોનિષ્ણાંતોની ટીમ દ્વારા લોકોને માનસિક તણાવમાંથી કેવી રીતે બચવું તે અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. માત્ર એટલું જ નહીં આ કાઉન્સીલીંગ સેન્ટર દ્વારા કોરોના વાઇરસ જેવી ઘાતક બિમારી વચ્ચે ફરજ બજાવતા તબીબો સહિતના મેડીકલ ઉપરાંત આરોગ્ય, સફાઇ સહિતની ઇમરજન્સી સેવાના કર્મચારીઓને ફોન કરીને તેમની સેવાને બિરદાવવામાં આવે છે ઉપરાંત તેમને પોતાનું કામ વધુ સારી રીતે કરવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લા કલેકટરનો સંદેશો મોકલવામાં આવે છે.
કોરોનાના માનસિક તણાવને ઓછો કરવા ઘ્યાન વિભાજન મહત્વનું: ડો. યોગેશ જોગસણ
આ કાઉન્સીલીંગ સેન્ટરનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર યુનિ. ના મનોવિજ્ઞાન વિભાગના વડા ડો. યોગેશભાઇ જોગસણે અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન લોકોની માનસીકતા સુખરૂપ, શાંતિપૂર્વક રહે, લોકો વધારે પેનિકના થાય વધારે પડતા ચિંતામાં ન આવે એ હેતુથી આ કાઉન્સલીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. લોકડાઉન જેવી પરિસ્થિતિમાં કોઇ રોગ હોય કે પીડા અનુભવતા મોટાભાગના લોકો સમુદ્રમાં પેનિકની અંદર આવી જતા હોય છે. અમને ફોન આવે તો એ લોકો ફરીયાદ કરતા હોય છે કે અમને કયાંય ગમતું નથી. આ એક પ્રકારની માનસીકતા છે. ઘરની અંદર જ રહેવાનું એટલે માટે એ એક પેનિક ચાલુ થઇ ગયું છે. કે અમને કયાંય ગમતું નથી. મોટાભાગે અમે બે પ્રકારનું માર્ગદર્શન આપીએ છીએ. પહેલા અમે મનોવૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન આપીએ છીએ. મનોવિજ્ઞાનીક માર્ગોદર્શન એટલા માટે જરુરી છે કે લોકો હજુ એટલું બધુ મનોવિજ્ઞાન સમજતા નથી મન આપણા શરીરનો રાજા છે. અને શરીર પ્રજા છે. જો આપણું મન મજબુત હશે તો શરીર ક્ધટ્રોલમાં રહેશે મોટાભાગે આપણને જ શારિરીક રોગો થાય છે. તેમાં ૮૦ ટકા રોગો એવા હોય છે. જે નબળી માનસિકતાના આધારે થતા હોય છે.
જેનું મન મજબુત હશે એને આ કોઇપણ પ્રકારની બાબતોની અસર થતી નથી. તાજેતરમાં એક એવો કેસ હતો કે મને એવું લાગે છે હું બહાર નીકળું અને આ કોરોના મને લાગી જશે તો? તો એ વ્યકિત મનની સ્થિતિ નબળી છે. માટે તેને કોરોનાની ભય છે. ખાસ કરીને આવી વ્યકિતઓને મનોવિજ્ઞાનની માહીતી મળે તે એક ઉદ્દેશ્ય છે બીજી અમારી સેવા એ છે કે અમે અહિં દરેક તાલુકાના મામલતદાર અને બીજા અધિકારીઓના જરુરી સંપર્ક નંબર લોકોને પુરો પાડીએ છીએ. જેથી કોઇને મેડીકલ કે રાશનના કારણે કોઇ સમસ્યા હોય તો તરત એ અધિકારીને જાણ કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તેમ જણાવીને ડો. જોગરાણે ઉમેર્યુ હતું કે ઘણા લોકોની રાશનને લગતી ફરીયાદો કે કયારે મળશે કે નથી મળ્યું તેવા પ્રશ્ર્નો કરે છે કેટલીક એવી ફરીયાદો હોય છે કે જેમાં માનસિક દબાણથી માંડીને બાળકોની મુંઝવતા પ્રશ્ર્નો વધારે પુછવવામાં આવે છે. ઉપરાંત અમારી ટીમ દ્વારા નકકી કરવામાં આવ્યું કે જયારથી આ મહામારી ફેલાણી છે ત્યારથી જે સરકારી સ્ટાફ કાર્યરત છે. જેમાંથી ઘણાને પોતાની ફરજના સમય કરતાં પણ વધુ સમય આપવો પડતો હોય છે. સાથે અકેભય પણ હોય છે. ત્યારે આમે એ લોકોની એક પત્ર લખીને બિરદાવીએ છીએ તથા તેમને કોઇ માનસીક પ્રશ્ર્નો મુંજવતા હોય તો એમને સલાહ પણ આપીએ છીએ.
પરંતુ અત્યારે લોકો સતત કોરોનાના સમાચાર જોતા હોય છે. તો વારંવાર સમાચારો જોવાથી લોકોમાં માનસિક તણાવ વધે છે. માટે તે જોવાનું ઓછું કરવું જોઇએ. દિવસમાં એકવાર સમાચાર જોવા જોઇએ. માણસનો મુળભુત સ્વભાવ સ્વાર્થનો છે. જેથી ઘર રહીને પોતાના જુના સંસ્કારને વણોવવા જોઇએ. પોતાના મિત્રો સાથે ફોનમાં વાતો કરી જુના પ્રસંગો વાગોળે ઘણી વાર્તાઓ છે એ સાંભવવી જોઇએ પોતાની બાલ્કનીમાં બેઠા બેઠા પાડોશી સાથે સોશ્યલ ડીસ્ટન્ટ રાખીને વાતો કરવી જોઇએ. ઘ્યાન વિભાજન એ એમનો સૌથી ઉત્તમ રસ્તો છે. ઘણા યુવાનોના એવા પણ ફોન આવ્યા છે કે મમ્મા-પપ્પા ટોક ટોક કરે છે. તો કરવું શું? તો યુવાનોના વાલીઓએ પણ અત્યારે બાળકો પર વધારે પડતું ટોક ટોક ન કરી તેમની સાથે વિતાવેલા દિવસો યાદગાર બની રહે તેવા પ્રયાસો કરવા જોઇએ તેમ ડો. જોગસને અંતમાં ઉમેર્યુ છે.