બે મહિલા સહિત કુલ 7 વકીલોને હાઇકોર્ટના જજ તરીકે નિમણુંક કરાઈ
ગુજરાત હાઇકોર્ટમાં સાત નવા જજોની નિયુક્તિની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણોને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં બે મહિલા ન્યાયમર્તિ સહિત કુલ સાત એડવોકેટ નવનિયુક્ત ન્યાયમૂર્તિઓ તરીકે શપથ લેશે.
થોડાં દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટના કોલેજીયમે મોનાબહેન મનીષ ભટ્ટ અ્ને નિશાબહેન એમ. ઠાકોર એમ બે મહિલા વકીલ ઉપરાંત સમીર જે. દવે, હેમંત એમ. પ્રચ્છક, સંદીપ એન. ભટ્ટ, અનિરૂદ્ધ પી. માયી, નિરલ આર. મહેતાના નામની ભલામણ કરી હતી.
આ નામોને કેન્દ્ર સરકારના ક્લીઅરન્સ બાદ રાષ્ટ્રપતિની મંજૂરીની અંતિમ મહોર મળી છે. હાઇકોર્ટમાં હાલ 25 જજ ફરજનિયુક્ત છે અને નવા નામની મંજૂરી બાદ કુલ જજોની સંખ્યા વધીને 32 થઇ છે.
નિમણુંક થયેલા 7 જજો પૈકી નિશા ઠાકોર હાઇકોર્ટ ખાતે મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જ્યારે અનિરુદ્ધ માયી ગુજરાત રાજ્યવતી સુપ્રીમ કોર્ટમાં રિપ્રેસેન્ટ થાય છે. ઉપરાંત મોના ભટ્ટે ત્રણ દાયકા સુધી ઇન્કમટેક્ષ, લેબર અને સર્વિસ લોની પ્રેક્ટિસ કરી છે.