વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનનું જોર પણ વધું રોગચાળો વકર્યો

સામાન્ય રીતે ચૈત્ર માસમાં ઉનાળાના આકરા તાપ પડવાના શરૂ થઈ જતા હોય છે પરંતુ આ વર્ષે શિયાળાની સિઝનની માફક ઉનાળો પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. જેના કારણે વહેલી સવારે રાત્રી દરમિયાન ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરના સમયે આકરા તડકા પડી રહ્યા છે.

બેવડી સિઝનમાં રોગચાળો પણ વકર્યો છે.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું.

જયારે ગઈકાલનું મહતમ તાપમાન ૩૪.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. સામાન્ય રીતે ચૈત્ર માસમાં ઉનાળાના આકરા તડકા પડવાનું શરૂ થઈ જતા હોય છે અને ચૈત્રી દનૈયા તપતા હોય છે પરંતુ ચૈત્ર માસનું એક સપ્તાહ વિતવા છતાં ઉનાળાનો અનુભવ થતો નથી. વહેલી સવારે અને મોડીરાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે આકરો તાપ પડે છે.

બેવડી સિઝનના કારણે રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે. સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવા વાયરલ રોગના કેસો વધુ નોંધાય રહ્યા છે. સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાએ પહોંચી જાય છે. દિવસ દરમ્યાન અનેક વખત વાદળછાંયુ વાતાવરણ પણ જોવા મળે છે. પવનની સરેરાશ ઝડપ પણ ૧૨ કિ.મી. પ્રતિ કલાક રહેતી હોવાના કારણે લોકો દિવસ દરમિયાન બેવડી સિઝનનો અનુભવ કરે છે.

ચાલુ સાલ શિયાળાની સિઝન પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે અનેક વખત ડીસ્ટર્બ થઈ હતી અને શિયાળામાં જોઈએ તેવી ઠંડી પડી ન હતી. ઉનાળાની સિઝન પણ શરૂઆતથી ડિસ્ટર્બ થઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.