હિતેશ રાવલ, સાબરકાંઠા
ગુજરાતમાં ચોરીની ઘટના આમ બની ગઈ છે. ચોરી લૂંટફાટના ગુના આચરતી મોટી મોટી ગેંગ હાલ સક્રિય છે. કોઈ સોનાની ચોરી તો કોઈ આગડિયા પેઢીના કર્મી પાસેથી પૈસા છીનવી ફરાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચંદનના વૃક્ષોની તસ્કરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે.
આંતર રાજ્ય ચંદન ચોરીનો પર્દાફાશ થયો છે…સાબરકાંઠા જાદર પોલીસે ચંદન ચોરી કરતી ગેંગને પકડી પાડી છે. ગુજરાતમાંથી ચંદનની ચોરી કરતી આ ગેંગનો ભાંડો ફૂટ્યો છે જે ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી આંતરરાજ્ય ચંદનની હેરાફેરી કરતી હતી. ત્યારે મહેસાણાથી સાબરકાંઠામાં પ્રવેશતા ગેંગને જાદર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે.
ગાડીની તલાશી લેતા 153 કિલોનો ચંદનના લાકડાનો જથ્થો પકડાયો છે સાથે 3 લાખ 6 હજારનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ચંદન ચોરીમાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે.પ્રાથમિક તપાસ બાદ જાદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા ખેરાલુ નજીકથી ચંદનની ચોરી કરાયાનું આરોપીઓએ કબૂલાત કરી છે ગુજરાતના મહેસાણાથી ચોરી કરાયેલા ચંદનના લાકડાને ઉત્તર પ્રદેશના મેરઠ સુધ પહોંચાડવાના હતા.