શહેર ભાજપ આયોજીત સિધ્ધિ વિનાયક ધામ ખાતે દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન: બુધવારે રાજભા ગઢવીનો ડાયરો, રવિવારે ગીતાબેન રબારીનો ડાયરો સહિત શ્રીનાથજીની ઝાંખી, વિવિધ સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજાશે

ત્રીકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો ૧૦૮ દીપ નૃત્ય મહાઆરતી સાથે શુભારંભ: ૧૧ દિવસ અવનવા ભકિતભીના સત્સંગોનું આયોજન, કાલે હાસ્ય દરબારમાં નામી હાસ્યકલાકારો શ્રોતાઓને કરાવશે મોજ

શહેરમાં રેષકોર્ષના મેદાનમાં ભારતીય જનતાપાર્ટી દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ તેમજ ત્રીકોણબાગ ખાતે ત્રીકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. આ બંને સ્થળોએ વિધિવત રીતે ભાવભેર દુંદાળા દેવનું સ્થાપના કરવામાં આવ્યું હતુ આ તકે મોટી સંખ્યામાં મહાનુભાવો સહિતના લોકો તેમજ ભાવીકોઉપસ્થિત રહ્યા હતા. રેસકોર્ષ મેદાન ખાતે ઓપન એર થીયેટરમાં શહેર ભાજપ સંચાલીત ગણપતિ મંગલમહોત્સવ દ્વારા સિધ્ધવિનાયક ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જયાં આજે ભગવાન ગણેશની વિશાળ કાય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતુ. અહી આવતીકાલે રાત્રે ૯ કલાકે બી.એચ. ઈવેન્ટ પ્રસ્તુત ગણપતિ સંગીત સંધ્યા યોજાશે. તા. ૪ને બુધવારે સાંજે ૪.૩૦કલાકે બહેનો મકાટે વનમીનીટ સ્પર્ધા, રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી તથા સાથીકલાકારોનો લોક ડાયરો, તા.૫ને ગુઆવારે રાત્રે ૯ કલાકે નવીન વ્યાસ પ્રસ્તુત દીકરો ભૂલ્યો મા-બાપ નાટક, તા.૬ને શુક્રવારે સાંજે ૪.૩૦ કલાકે ગણપતિ ચિત્રસ્પર્ધા, રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા.૭ને શનિવારે સાંજે ૪.૩૦ કલાકે ૩૭૦કલમના ઐતિહાસીક નિર્ણય ઉપર વકૃત્વ સ્પર્ધા, રાત્રે ૯ કલાકે સાંસ્કૃતક કાર્યક્રમ, તા.૮ને રવિવારે સાંજે ૪.૩૦ કલાકે વન મીનીટ સ્પર્ધા અને છપ્પન ભોગ, રાત્રે ૯ કલાકે ગીતાબેન રબારીનો લોક ડાયરો, તા.૯ ને સોમવારે સાંજે ૪.૩૦ કલાકે કેક અનેકુકીસ બનાવવાની સ્પર્ધા તા.૧૦ને મંગળવારે સાંજે ૪.૩૦કલાકે પાણી પૂરી સ્પર્ધા, સાંજે ૭.૩૦કલાકે લાડુ જમણ સ્પર્ધા તા.૧૧ને બુધવારે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ સમારંભ તથા રાત્રે ૯ કલાકે ગુણવંત ચુડાસમા તથા મિલન ત્રિવેદીનો હસાયરો અને લોક સંગીત કાર્યક્રમ તા.૧૨ ને ગુરૂવારે સવારે વિસર્જન કરાશે આ ઉપરાંત દરરોજ રાત્રે ૯ થી ૧૧ દરમ્યાન દરેક તાવ સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ થયું છે.

expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival
expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival
expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival
expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival
expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival
expensive-installation-of-obstacles-in-siddhi-vinayak-dham-and-tikonbagh-ka-raja-festival

રાજકોટનાં ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આજે મંગલપ્રારંભ થયો છે. આજથી તા.૨ થી ૧૧ સપ્ટેમ્બર ૧૧ દિવસ દરમિયાન નિતનવાં ભકિતભીના કાર્યક્રમોથી ત્રિકોણ બાગ કા રાજાનું આસ્થાધામ ગુંજતું રહેશે. આજે પ્રથમ દિવસે ભૂદેવ અતુલ ત્રિવેદી દ્વારા ૧૦૮ દિવા-દિપને શરીરે બાંધીને ત્રિકોણબાગ કા રાજાની સન્મુખ નૃત્ય આરતી રજુ કરશે. આ મહાઆરતીમાં સ્વામિનારાયણ સંતો અને વિશાળ સંખ્યામાં ભાવિકો હાજરી આપશે. આરતીનાં સમાપનમાં બાળકો દ્વારા વિવિધ નૃત્યો રજુ કરીને ગણેશ વંદના કરવામાં આવશે. દ્વિતીય દિને રાત્રે ૮:૩૦ કલાકે હાસ્ય દરબારનો મનોરંજક કાર્યક્રમ છે. જેમાં નામી કલાકારો શ્રોતા સમુદાયને મોડીરાત સુધી પેટ પકડીને હસાવીને મોજ કરાવશે. આ ભગીરથ આયોજનનાં સુત્રધાર જીમ્મી અડવાણી જણાવે છે કે, પ્રવર્તમાન સમયને અનુરૂપ આ વર્ષથી અમે ઓનલાઈન આરતી, પ્રસાદ સેવાદાનની સુવિધા ઉપલબ્ધ કરી છે. પેટીએમ દ્વારા ડોનેશન આપનાર દાતાનાં નામે આરતી થશે અને સાંજ કે આખા દિવસનો પ્રસાદથાળ ગણપતિજી સમક્ષ ધરવામાં દાતાનાં નામે ધરવામાં આવશે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનાં ૨૦માં વર્ષે અવિરત યોજાનાર આ જાજરમાન આયોજનને લોકભોગ્ય અને સફળ બનાવવા જીમ્મી અડવાણીનાં નેતૃત્વમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક, આનંદ પાલા, અભિષેક કણસાગરા, પ્રભાત બાલાસરા, ભરત રેલવાણી, વિશાલ નેનુજા, કુમારપાલ ભટ્ટી, નાગજી બાંભવા, કશ્યપ પંડયા સહિતનાં સમર્પિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

 વિઘ્નહર્તા ખુદ ‘વિઘ્નમાં…’

આજે ગણેશચતુર્થીના પાવન પર્વે શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ ગલીઓ તેમજ અનેક ભકતોના ઘરમાં ગણપતિબાપાની સ્થાપના થઈ છે. જાણે રાજકોટ મીની મહારાષ્ટ્ર બની ગયું હોય તેવો ગણપતિ મહોત્સવનો માહોલ જામ્યો છે. ઠેર ઠેર બેન્ડવાજાની સુરાવલી, ડી.જે.ના તાલે, વાજતે ગાજતે ગણપતિજીને પંડાલમાં બિરાજમાન કરાઈ રહ્યા છે. એવું કહેવાય છે કે દસ દિવસ શ્રધ્ધાથી ગણપતિજીની પૂજા-આરતી કરવામાં આવે તો જરૂરથી મનોકામના પૂર્ણ થાય છે. એટલે જ તો સર્વે દુ:ખો હરી લેતા દુંદાળા દેવને ‘વિઘ્ન હર્તા’ પણ કહેવાયા છે. પરંતુ અહી તસ્વીરમાં દેખાતી ગણેશજીની મૂર્તિઓ જાણે વિઘ્નમાં આવી ગઈ હોય તેવું લાગે છે. ગણપતિ બાપા આજે મેઘરાજાને સાથે લઈ આવી પહોચ્યા હોય તેવું લાગી રહ્યું છે. મેઘરાજા મનમૂકીને વરસતા હતા. ત્યારે આ મૂર્તિઓને તાલપત્રી અને પ્લાસ્ટીકથી સુરક્ષીત રાખવામાં આવી રહી છે. મોટાભાગની જગ્યાએ આજે બપોર પછી ગણપતિજીની સ્થાપ્ના કરવામાં આવશે. (તસવીર: કરન વાડોલિયા)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.