રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવાના તેમજ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારને રક્ષવાના રાષ્ટ્રને ૧૯૨૫માં વિજયા દશમીના તવારિખી કોલમાં ગુનાહિત પીછેહઠ કર્યાનો આરએસએસનાં પ્રણેતાઓ પાસે નવી પેઢી જવાબ માગશે જ એવી અત્યારે આપણા દેશની હાલત છે ! આપણા સવા અબજ જેટલા દેશવાસીઓ અને આપણા ચારેય તિર્થધામનો એવો પોકાર છહે કે, ‘અમે ઝંખી હતી કેવી ગુલાબી, ખ્વાબી આઝાદી, અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી’ ! આનું કારણ છે દેશદાઝનો બિહામણો દુકાળ !
યુગલક્ષી આત્મખોજ કરવાનો દેશમાં સમૂળગો બદલાવ લાવવાનો, અથવા વર્તમાન માળખાને વિસર્જીત કરીને હેડગેવાર લક્ષી નવી જા આરએસએસનું નિર્માણ કરવાનો અત્યારે તકાજો છે !… સમયની પાર જોઈ શકે એવા ચાણકય સમા સુકાનીની અને રાષ્ટ્રપિતા સમા મહાત્માની દેશને જબરી ખોટ!….
મસમોટી અંગ્રેજી સલ્તનતની સામે માત્ર પ્રજાશકિત અને ઈશ્ર્વરદત શ્રદ્ધાની શકિતના આધારે લડીને તેને પરાજીત કરી જ શકાય એવું માનવા પ્રેરતી દેવીશકિતની પૂજા અર્ચનાના જે આરએસએસનો સ્થાપના દિન છે.વિજયદશમી છે. તિલક, હું ડેઅર્ડ ટુ બીલીવ. (સ્વરાજનો અધિકાર પ્રાપ્ત થશે જ એમ માનવાની હિંમત તિલકે કરી). ગાંધી, હુ ડેઅર્ડ ટુ બીલીવ… (એમ માનવાની હિંમત ગાંધીએ પણ કરી). મેન એન્ડ વિમેન ઈન કરોડસ હુ ડેઅર્ડ ટુ બીલીવ અન્ડર ધેઅર લીડરશીપ (એમના નેતૃત્વ નીચે કરોડો નરનારીઓએ પણ હિંમત કરી). એન્ડ વનમોર એમંગ્સ્ટ ધેમ, અ કિંગ સાઈઝ સુપરમેન હેગડેવાર હુ ડેઅર્ડ ટુ બીલીવ. (અને મોટા કદના દીર્ધદ્રષ્ટા હેગડેવાર પણ કરી).
સ્વાધીનતાની લડત અને તેની પ્રાપ્તીના કસુંબલ પ્રવહો વચ્ચે હેગડેવાર એવું માનવાની હિંમત કરી હતી (ડેઅર્ડ ટુ બીલીવ) કે આ સંસ્થાની દેશના હિંસુઓને કયારેક પણ જરૂર પડશે અને તેણે હિંદુત્વની રક્ષાનો દર્મ બજાવવો પડશે!
મારા દેશની સ્વાધીનતા સ્વરાજ એ મારો જન્મસિધ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જંપીશ. અંગ્રેજી સલ્તનતની હાકેમીને સમયે ટીળકે આમ માનવાની હિંમત કરી હતી. સ્વરાજને ખાતર આખો દેશ મારી સાથે રહેવાનો છે. એમ માનવની હિંમત મહાત્મા ગાંધીએ દાખવી હતી.
સાધુ વાસવાણીનાં શબ્દોમાં કહીએ તો, ટીળક એન્ડ ગાંધી ડેઅર્ડ ટુ બીલીવ… એમની તેજસ્વીતા અસાધારણ હતી. હેગડેવારને દ્રષ્ટીકોણ પણ મૌલીક અને વજનદાર હતો.
સુદર્શનજીએ અંગ્રેજી શિક્ષણની પધ્ધતિને ખતમ કરવાની કરેલીહિમાયત માટે તેઓ શાબાશી અને સલામના અધિકારી બન્યા હોવા જોઈએ પરંતુ અત્યારે તો દેશની પ્રજાના ચારિત્ર્ય ઘડતરનાં મૂળભૂત આદર્શને અને દેશનાં સંસ્કાર સંસ્કૃતિ અને દેશદાઝની ભાવનાને યુગલક્ષી જોમ, જુસ્સો તથા બળ આપવાના તેણે રાષ્ટ્રને અપાયેલો કોલ પાળવામાં તે ગુનાહિત પીછેહઠ કરી રહી છે તેનો બચાવ થઈ શકે તેમ નથી. આરએસએસ આવો ધર્મ નહિ બજાવીને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી મૂકી જવાને બદલે હાલના વગોવાયેલા સ્વરૂપને વિસર્જીત કરીને નવી યુગલક્ષી આરએસએસનું નિર્માણ કરે તે ઉચિત લેખાશે! અત્યારે ઘણા વખતથી ભાજપમાં તથા કેન્દ્ર સરકારમાં કશોજ અવાજ નથી એવી ટકોર થઈ જ રહી છે !
આવી પરિસ્થિતિને અમંગળ એંધાણ અને અશુભ અપશુકન ગણ્યા વિના છૂટકો નથી.
પ્રચંડ રાષ્ટ્રીય એકતા વિના મહામોંઘી સ્વાધીનતા નહીં ટકી શકે આપણા દેશમાં એક નહિ, બે નહિ,પરંતુ અનેક વખત એકાત્મતા યાત્રાઓ અને દેશભકિતને વધુને વધુ ચેતનવંત કર્યા કરવાનાં અત્યારે સમય છે. હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારને જોશ તેમજ જુસ્સાભેર રક્ષવાનો અત્યારે અવસર છે. આપણા દેશની અત્યારની હાલત જ એવી છે… કોરોનાગ્રસ્તતાએ અજબ જેવો ભરડો લીધો છે. આપણા સવા અબજ આબાલવૃધ્ધ દેશવાસીઓ એવો પોકાર કરે છે કે, ‘અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી ?’ પ્રચંડ રાષ્ટ્રીય એકતા, દેઝાદાઝ અને ‘કુમતિ’ના થરનાથરના સ્થાને ‘સુમતિ’ના ભંડાર વગર અત્યારની અધોગતિ નહિ જ અટકે !
દેશના સવા અબજ આબાલવૃધ્ધ નરનારીઓની એવી મજબૂત માંગ છે કે સમયની પાર જોઈ શકે એવા ચાણકયનો અને સમાજને સંપૂર્ણ પણે બદલી દઈ શકે એવા રાષ્ટ્રપિતા સમા મહાત્માનો આપણી માતૃભમિને વહેલામાં વહેલી તકે ખપ છે.