કુદરત જ્યારે એક દરવાજો બંધ કરીને તમને નિરાશ કરે ત્યારે અન્ય બે દરવાજા ખોલીને તમારા માટે આસાઓ ઉભી કરતી હોય છે. પરંતુ તમારી એ દિશામાં નજર પડવી જોઇએ અને મળેલી આ બે નવી તકોનો તમારે ઉપયોગ કરી લેવો જોઇએ. ભારતમાં કોવિડ-૧૯ ના કારણે આવેલી મંદી બાબતે પણ કાંઇક આવું જ થઇ રહ્યું છે. હાલમાં આપણા વિદેશ વેપાર ખોરવાયેલા છે, ચીન જેવા મોટા નિાકસકાર દેશમાંથી ભારતમાં થતી આયાતો ઘટી છે, સ્થાનિક સ્તરે રોજગારીની સમસ્યા પણ છે. પરંતુ સાથે જ અમુક એવા પરિબળો છે જે ભારતની તિજોરીને મજબુત પણ કરી રહ્યા છે. જો ભારત આ પરિબળોનો લાંબા ગાળે લાભ ઉઠાવે અને નબળા પરિબળોના સબળાં વિકલ્પ શોધી કાઢે તો આગામી વર્ષે દેશ પ્રગતિની ગાડી પુરપાટ દોડાવી શકે તેમ છે.
માનીએ છીએ કે વૈશ્વિક બજારમાં મંદી તથા અનિયમિતતાના કારણે હાલમાં સોનાના ભાવ ૫૩૦૦૦ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. છેલ્લા એકાદ મહિનામાં જ સોનાનાં ૧૦ ગ્રામ દિઠ ભાવમાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આમેય તે ઇકોનોમીની ભાષામાં સોનું સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ છે. ભારત અને અમેરિકા સહિત વિશ્વભરમાં કોવિડ-૧૯ ના વધતા કેસો, ચીનમાં આ મહામારી ઉથલો મારી રહી હોવાના અહેવાલ અમેરિકા તથા ચીન વચ્ચે વધી રહેલો ખટરાગ તથા અમેરિકામાં આવી રહેલી પ્રમુખપદની ચૂંટણીઓ પાછી ઠેલવાના ટ્રમ્પના પેંતરાના કારણે કારોબાર અવરોધાતા વૈશ્વિક ઇકોનોમી કથળવાની ચિંતા વચ્ચે ફાયનાન્શ્યલ કંપનીઓ ફંડ સોનામાં લગાવીરહી છે.આજરીતે વૈશ્વિક સ્તરે ફેડરલ બેંકો પોતાના દેશમાં લિક્વીડીટી અને નાણાની હેરફેર ચાલુ રહે તે માટે વ્યાજ દર ઘટાડી રહી છે જેની સીદી અસર સોનાના ભાવ ઉપર દેખાય છે.પરંતુ છેલ્લા થોડા સમયમાં ભારતમાં સોનાનાં સાચા વપરાશકારોની માગમાં ૮૦ ટકા જેટલો ઘટાડો જોવામળ્યો છે. વિતેલી લગ્નની સિઝન ફેઇલ ગઇ છે. આગામી નવેમ્બર-૨૦ સુધી લગ્ન સમાંરંભો થવાના ચાન્સ નથી જે થશે તે સાદાઇથી થશૈ. તેથી સોનાની ખાસ માગ નથી.મતલબ કે હાલમાં રોકાણકારો વળતર મળે છે એટલે રૂપિયા લગાવી રહ્યા છે જેના કારણે સોનાનાં ભાવ વધી રહ્યા છે. એનાલિષ્ટો તો કહે છે કે સોનાનાં ભાવ ૫૯૦૦૦ રૂપિયા થઇ શકે છે. પરંતુ જ્યારે વળતર નહીં હોય ત્યારે આ ચક્ર ઉલટું થઇ જશે. આમેય તે હાલમાં ભારત સોનાની આયાત ઘટાડે એમાં દેશનો ફાયદો જ છે. કારણકે એટલું વિદેશી હુીડયામણ બચવાનું છે.જે ભારતની ઇકોનોમી માટે પોઝીટિવ સંકેત છે. ગોલ્ડની જેમ હાલમાં ભારતની ક્રુડતેલની આયાત પણ ઘટી રહી છે.જુન-૨૦ માં ભારતની ક્રુડતેલની આયાત ફેબ્રુઆરી-૧૫ માં થયેલી આયાત પછીની સૌથી ઓછી એટલે કે છેલ્લા પાંચ વર્ષના તળિયે છૈ.જુન-૧૯ ની સરખામણીએ જુન-૨૦ ની ભારતની આયાતમાં ૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે માગમાં ૭.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સામાપક્ષે છેલ્લા એકાદ વર્ષમાં રિફાઇન્ડ પ્રોડક્ટસની નિકાસ માત્ર છેલ્લા મહિનામાં જ ઘટી છે. મતલબ કે દેશની તિજોરીમાં વિદેશી હૂંડિયામણ જમા થઇ રહ્યું છે.
ગોલ્ડ તથા ક્રુડતેલ ભારત માટે ફોરેક્સ ખર્ચ કરનારા પરિબળો છે જે હાલમાં ઘણા કંટ્રોલમાં છે સામાપક્ષે શેરબજારોમાં FDI મારફતે વિદેશી મુડીરોકાણ વધી રહ્યું હોવાથી ડોલર ઘરમાં આવી રહ્યા છે.પરિણામે આજે પરિસ્થિતી એવી છે કે ભારત પાસે અત્યાર સુધીનું સૌથ. વધારે એટલે કે ૫૨૨.૬૩૦ અગજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ છે. જેમાં ફોરેન એક્સચેન્જ એસેટ ૪૮૦.૪૮૨ અબજ ડોલર છે. અને ગોલ્ડ રિઝર્વ ૩૬.૧૦ અબજ ડોલર છે. બીજા IMF રાઇટ્સ અને અન્ય ભંડોળના નાણા છે. આંકડા બોલે છે કે ભારતની વાર્ષિક મર્ચન્ડાઇઝ આયાત ૪૬૭ અબજ ડોલર રહી છે. મતલબકે ભારત પાસે આજે પણ એક વર્ષ સુધી જરૂરી માલની આયાત કરી શકાય તેટલું ફોરેક્ષ રિઝર્વ છે.આમેય તે હાલમાં ભારત ફોરેક્ષ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં છેલ્લા થોડા સમયમાં નવમા સ્થાને થી પાંચમા સ્થાને આવી ગયું છે. શું આ આર્થિક ક્ષેત્રે આપણી સિધ્ધી નથી?અન્ય કારણોની સાથે આ પણ એક કારણ છે કે ભારતીય રૂપિયાનો ભાવ અગાઉ ડોલર દિઠ ૭૫.૫૯ રૂપિયા થઇ ગયો હતો તે એક પખવાડિયામાં ૭૪.૯૩ રૂપિયા થઇ ગયો છૈ. આ સ્થિતીને પણ ભારતનું જમા પાસું ગણવું..!