વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે ચાલી રહેલી કવાયત અસરકારક રીતે પરિણામ દાઈ બની રહી છે ,અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવા માટે ઔદ્યોગિક ઉત્પાદનના વધારાની સાથે કૃષિ વિકાસ દર અને આયાતનું ભારણ ઘટાડવા માટે જે પૂર્વગામી પગલા ભરવામાં આવી રહ્યા છે તે વધુને વધુ ફલદાઈ બની રહ્યા છે.
આર્થિક વિકાસ ને પામવા માટે રાજકોષીય ખાધ ના નિયમન માટેની ચીવટ દુનિયાભરમાં જ્યારે મંદી ની બુમરેંગ હતી ત્યારે આપણા દેશમાં સમજદારી પૂર્વક અખતયાર કરેલી ઉર્જા ના કરકસર ભર્યા ઉપયોગ અને તેલ બજારની વૈશ્વિક મંદી અને ઘટેલા ભાવ વચ્ચે સંતુલન સાથી બફર સ્ટોકની જાળવણી અને હાઇડ્રોકાર્બન ઉર્જા ના વિકલ્પ તરીકે સૌર ઊર્જા પવન ઊર્જા ના વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદન દરને વધારવાની લાંબા ગાળાની રણનીતિ થી દેશનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બનવા જઈ રહ્યું છે, સૌથી વિદેશી હુંડીયામણ પેટ્રોલ ડીઝલ પાછળ ખર્ચાઈ જતું હોય છે.
આ ભાર ઘટાડવા માટે સૂર્ય અને પવન ઊર્જા માંથી વિદ્યુત ઉત્પાદન નો રસ્તો અત્યાર કર્યો અને સૌર ઉર્જા થકી પેટ્રોલ ડીઝલ નો વપરાશ ઘટ્યો… પર્યાવરણ અને આર્થિક સધરતા માટે ઇલેક્ટ્રોનિક વાહનો ને પ્રોત્સાહન આપવાના પણ સારા પરિણામો દેખાઈ રહ્યા છે.. આ લાભ માં વધુ એક ડગલું આગળ વધીને હવે ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદનમાં ભારતે સ્વ નિર્ભરતા પ્રાપ્ત કરવાની મહેનત શરૂ કરી છે અને દુનિયામાં સૌથી સસ્તા ગ્રીન હાઈડ્રોજન બનાવવાની ઉપલબ્ધિ ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરશે
એક વખત સસ્તા ઘરનું ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરતાં થઈ જશુ પછી પેટ્રોલ ડીઝલના બદલે ઘર આંગણે ઉત્પાદિત હાઈડ્રોજન થી વિદેશી હુનિયામણની બચત અને ઉર્જા ક્ષેત્ર આત્મ નિર્ભર બનવાની સાથે-સાથે વિશ્વને ભારત ગ્રીન હાઈડ્રોજન આપશે કંડલા બંદર ને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાથી લઈ મહારાષ્ટ્ર અને ગુજરાત થી શરૂ કરી સમગ્ર ભારતમાં ગ્રીલ હાઈડ્રોજન ની પોલીસી નો અમલ શરૂ કરવામાં આવશે સંસ્થા દરે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થકી અર્થ તંત્ર ની સભ્યતા વધશે અને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવાનું દેશનું સપનું જલ્દીથી પૂરું થશે