445 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં દરેક પ્રોજેક્ટો 150 કરોડથી પણ વધુના રોકાણવાળા
એક તરફ કેન્દ્ર સરકાર દેશ બદલ રહા હૈ તેવી વાતો કરી રહ્યું છે તો સામે જે રીતે દેશનું ખરા અર્થમાં વિકાસ થવો જોઇએ તે થઈ શકતો નથી . આંકડાકીય માહિતી મુજબ સમગ્ર દેશમાં 445 જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલુ છે જેમાં દરેક પ્રોજેક્ટ માં તો કરોડથી પણ વધુનું રોકાણ થયેલું છે પરંતુ જે યોગ્ય સમયે શરૂ થવું જોઈએ તે થઈ શકતું નથી પરિણામે ૪.૪ લાખ કરોડનો ખર્ચ વધી ગયો છે. આ સ્થિતિ યથાવત રહી તો આવનારા સમયમાં ભારતે આ મુદ્દે ઘણી તકલીફો વેઠવી પડશે. એટલું જ નહીં સમગ્ર ભારતમાં હાલ 557 જેટલા પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યા છે અથવા તો તેનું કામ યોગ્ય સમયે શરૂ થઈ શક્યું નથી. તમામ મુદ્દાને ધ્યાને લઇ સરકારે ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.
બીજી તરફ એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે કે જે રીતે પ્રોજેક્ટ યોગ્ય સમયે પૂર્ણ થઇ શકતા નથી તેની પાછળનું કારણ શું છે ત્યારે આ મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે જે રીતે જમીન સંપાદન થવી જોઇએ અને તેનો કબજો મળવો જોઇએ તે સરળતાથી મળી શકતો નથી તો બીજી તરફ કેસમાં જે ચુકાદો નિર્ધારિત સમયમાં આવો જોઈએ તે પણ આવતો નથી અને અંતમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો તે એ છે કે બાબુઓના વલણના કારણે જે સર્ટિફિકેટ ક્લિયરન્સ મળવું જોઈએ તે પણ મળી શકતું નથી. શકે જો આ મુદ્દા આવનારા સમયમાં પણ યથાવત જોવા મળશે તો આની ખૂબ જ માઠી અસર પણ સામે આવશે.
હાલ જે અંદાજીત ખર્ચ જોવા મળ્યો હતો તે 22 લાખ કરોડને પાર હતો ત્યારે પ્રોજેક્ટ થવાના કારણે આ તમામ નો ખર્ચ ૨૬ લાખ કરોડને પાર પહોંચી ગયો છે જેથી કહી શકાય કે ૧૯.૮૨ ટકા જે મૂળ ખર્ચ કરતા વધુ ખર્ચ થયેલો છે. પરિણામે ખર્ચ વધતાની સાથે પ્રોપર્ટી નો ભાવ પણ વધી જતો હોય છે અને જેની સીધી અસર લોકો ની ખરીદી પર જોવા મળે છે. સામે એ વાતનો પણ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો કે જે પ્રોજેક્ટ યથાવત રીતે ચાલુ થયેલા છે અને તે નિર્ધારિત સમયમાં બંધ કરવા માટે જે સમય આપવામાં આવ્યો હતો તે ન થતાં તેવા 420 પ્રોજેક્ટ પૂર્ણતાના આડે અટકીને પડેલા છે.