ગુરૂવારે સિન્ડીકેટની બેઠક: મેગા જોબફેર, સ્પોર્ટસ અને યોગા હોસ્ટેલ તથા ન્યુ લાયબ્રેરીને મળી શકે છે મંજુરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગઈકાલે સિન્ડીકેટની બેઠક મળી હતી જેમાં રૂા.૮૮ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી જેમાં અર્થશાસ્ત્ર ભવનમાં એમએસસી સેમેસ્ટર-૨ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સ્ટેટીકલ એનાલીસીસ સિસ્ટમના લાયસન્સ રીન્યુ માટે રૂા.૮.૫૯ લાખ મંજુર કરાયા હતા. આ ઉપરાંત વિવિધ કામો માટે ૮૮ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. ગુરુવારે સિન્ડીકેટની બેઠક પણ મળનારી છે જેમાં ઓફલાઈન-ઓનલાઈન મેગા જોબફેર, સ્પોર્ટસ અને યોગા સેન્ટર તેમજ ન્યુ લાયબ્રેરીને મંજુરી મળી શકે છે. ગઈકાલની ફાયનાન્સની બેઠકમાં પ્રોપટી રાઈટના કોર્સ માટે ૮૫ અઘ્યાપકો અને ૬ વિદ્યાર્થીએ જે કોઈ કોર્સ કર્યો છે તેના ૩.૬ લાખ મંજુર કરાયા છે.  સ્વીમીંગ પુલની જાળવણી માટે રૂા.૧૦.૨૧ લાખ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના મેન્ટેનન્સ વાર્ષિક કોન્ટ્રાકટનાં રૂા.૧૦.૯૫ લાખ, પરીક્ષા કેન્દ્રો પર થર્મલ ગન અને સેનેટાઈઝરની ખરીદી માટે રૂા.૫ લાખ, વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવા માટે કલર પ્રિન્ટ ખરીદવા માટે રૂા.૨.૪૧ લાખને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી અંતર્ગત બજેટ, કુલસચિવ અને પરીક્ષા નિયામકની નિમણુક માટેની જાહેરાત તથા ટ્રેક શુટની ખરીદી માટે અનુક્રમે ૭૬,૫૪૫ અને ૫૦,૪૦૦નું બિલ મંજુર થયું હતું તેમજ બીએસએનએલ ૧ જીબીપીએસ લીઝ લાઈનનો ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા રીન્યુ કરવાની સાથે એક વર્ષનો ખર્ચ રૂા.૪૦ લાખ યુનિવર્સિટી વિકાસ ફંડમાંથી ફાળવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.