બેફામ ખર્ચને રોકવા વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક યોજાઈ

અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઉમેદારોનું નામ નિયુકત થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યા સુધીમાં ઉમેદવારો રૂા.૨૮ લાખ સુધી ખર્ચ કરી શકશે.૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઉમેદવાર માટે તેમનું નામ નિયુકત થાય તે તારીખથી ચુંટણીનું પરિણામ જાહેર થાય બંને તારીખોનો સમાવેશ કરીને વચ્ચે સમયગાળા દરમ્યાન રાજકીય પક્ષો અથવા ઉમેદવારો તેમના રાજકીય પક્ષો અથવા ઉમેદવારો તેમના દ્વારા અધિકૃત કરેલા ચુંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચના અલગ-અલગ સાચા હિસાબો રાખવા નિયત થયેલ છે.

૦૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં દરેક ઉમેદવારો ચુંટણીમાં રૂ.૨૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા અઠયાવીસ લાખ પુરા) સુધીની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો દ્વારા થતાં વિવિધ પ્રકારના ખર્ચ માટે જુદી-જુદી વિગતો/આઈટમોના ભાવો નકકી કરવા માટે રાજકીય પાર્ટીના હોદેદારો સાથે તા.૯/૧૦/૨૦૨૦ના બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં થયેલ ચર્ચા/વિચારણા મુજબ વિવિધ ચીજવસ્તુઓના ભાવો કોવીડ-૧૯ ના સંદર્ભે ઉપયોગમાં લેવાની થતી વિવિધ પ્રકારની આઈટમોના ભાવો નકકી કરવામાં આવ્યા છે.

૦૧-અબડાસા વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૦ માં રાજકીય પક્ષો અથવા ઉમેદવારો દ્વારા થનાર ખર્ચના હેતુસર નિયત કરવા ઠરાવવામાં આવેલ છે તેવું કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.