મહાપાલિકા દ્વારા વરસાદ આવે ત્યાં સુધી જળસંચયના કામો ચાલુ રખાશે: મેયર ડો.જૈમન ઉપાધ્યાય
રાંદરડા તળાવ ખાતે નર્મદા જળપૂજન અને જળ સંચયના કાર્યક્રમોનો સમાપન સમારોહ સંપન્ન
આજે રાંદરડા તળાવ અને પદ્યુમન ઝુ પાર્ક પાસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ કામગીરીના સમાપન કાર્યક્રમના સમારોહમાં અને ૧૦૮ દંપતિઓની ઉપસ્થિતિમાં નર્મદા જળપૂજન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા કેન્દ્ર કૃષિના અને પંચાયત રાજના મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ અને નિર્ણાયક રાજય સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનું ગુજરાતમાં ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
રાજકોટ શહેરમાં ૧૫૦ વર્ષ પછી અટલ સરોવર બની રહેલ છે. રાજયમાં ૧૮૦૦૦ જેટલા જળસંચયના કાર્યો મે મહિના દરમિયાન યેલ છે. જળ એજ જીવન છે અને જળ એ આપણા જીવનનો હિસ્સો છે. વિકાસ માટે પાણીને પ્રાધાન્ય રાજય સરકારે આપેલ છે. ભુતકાળમાં આપણે પાણીની અનેક મુશ્કેલીઓ ભોગવી છે. ગુજરાતમાં પાણી અંગેના સભાન પ્રયાસો ૧૯૯૫ પછીની રાજય સરકારો દ્વારા કરાયેલ છે.
તેમણે ઉમેર્યુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ જળસંચયના કાર્યક્રમોએ એક મોટુ સ્વરૂપ ધારણ કર્યુ છે. રાજયની સ્વૈચ્છીક સંસઓ, ઔદ્યોગિક એકમોઅને પ્રજાજનો ઉત્સાહ અને ઉમંગ સાથે પુરી તાકાતી આ કાર્યમાં લાગી ગયા હતા. યોગ્ય સમયે વરસાદના પાણીને ઝીલવાનો અને જળસંગ્રહનો સફળ અને પ્રચંડ પ્રયાસ છે. અઢી લાખ લોકોએ શ્રમદાન આપ્યુ છે. લોકોએ જળસંચય માટે પાડેલા પરસેવાની નોંધ લઇને ઇશ્વર વરસાદ રૂપી અમૃતના છાંટણા કરશે.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ તકે સરદાર સરોવર યોજના અને નર્મદા નીર આધારીત સૌની યોજનાનો ઉલ્લેખ કરીને જણાવ્યુ હતુ કે ૧૦૦૦ કી.મી. દુરી નર્મદાના નીર અહીં આવે છે. નર્મદાનું પાણી પ્રસાદી કહેવાય અને તેનો વિવેકપૂર્ણ અને વ્યય ન થાય તે રીતે ઉપયોગ કરવો જોઇએ. મંત્રીએ આ તકે લોકોને જળસંચય સાથે પાણી બચાવવા માટેનું પણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યુ હતું.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ રાજકોટ મહાનગરપાલિકાની જળસંચયની સફળ કામગીરી માટે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાએ જણાવ્યુ હતુ કે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા સુધી જનભાગીદારીી આ જળસંચયના કાર્યોની કામગીરી ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ત્રણ જગ્યાએ હાથ ધરવામાં આવેલ જળસંચય અભિયાનની કામગીરીની વિગતો આપીને તેમણે જણાવ્યુ હતુ કે રેસકોર્ષ- ૨ માં અટલ સરોવરનું ૬૦ ટકા ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ થયેલ છે. રાંદરડાથી ૭૮૦૦૦ ઘનફુટ કાર્ય થયેલ છે. અને આજીનદીના શુધ્ધીકરણની ચાલતી કામગીરીની વિગતો આપીને જણાવ્યું હતું કે આજી રીવરફ્રન્ટ માટે રાજય સરકાર દ્વારા રૂ. ૫૧ કરોડ મળેલ છે.
જળસંચયના કાર્યોમાં રૂ.૧ કરોડ ઉપરાંતનું યોગદાન મળેલ છે. આ તકે જળસંચયના કાર્યમાં સહયોગ આપનાર દાતા સંસઓ અને પ્રજાજનોનો હું આભાર માનુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તા. ૧ લી મે થી તા. ૩૧ મી મે દરમિયાન તળાવ ઉંડા કરવાની અને કાંપ કાઢવાની કામગીરી કુલ ૩૩૨૬૫૦ ઘન મી.યેલ છે. આજી નદી માંથી ૪૬૦૦ ટન કચરો કાઢીને સફાઇ કરાયેલ છે. જેમાં રાંદરડા તળાવ માંથી ૭૮૦૦૦ ઘનમી. અને અટલ સરોવર માંથી ૨૫૨૫૦૦ ઘન મી. માટી અને રામના મહાદેવ મંદિર (આજી નદી) ખાતે ૨૧૫૦ ઘન મી. કાંપ કાઢવામાં આવેલ છે. આ જળ અભિયાનમાં કુલ ૪૦૩.૫૧ લાખનો ખર્ચ યેલ છે. જેમાં ખાતાકીય ખર્ચ ૩૦૯.૬૯ લાખ અને જનભાગીદારી (પીપીપી) મારફત રૂ.૯૩ લાખનો ખર્ચ વા પામેલ છે.
આ પ્રસંગે જળસંચયના કાર્યો અંગે વિધેયાત્મક પ્રતિભાવો રામકૃષ્ણ આશ્રમના સ્વામિ પ્રભૂદેવાનંદજી, અક્ષર પુરષોતમ સંસના કેતનભાઇ કાછેલા, મગનભાઇ અને કેતનભાઇ ભીમાણીએ આપ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અગ્રણિ નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, માજી ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ટપુભાઇ લીંબાસીયા,કાશ્મીરાબેન નવાણી, જયોતિન્દ્રભાઇ મહેતા, શ્રી નલીનભાઇ વસા, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, કલ્પકભાઇ મણીયાર તા વિવિધ સંસઓના હોદ્દેદારો,કોર્પોરેટરો,અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્તિ રહયા હતા. આ કાર્યક્રમને અંતે આભારદર્શન સયી સમિતિના ચેરમેન પુશ્કરભાઇ પટેલે કર્યુ હતું.