રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૬૨૪.૭૬ સામે ૪૯૫૯૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૮૩૨.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૮૭૮.૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૯૮.૧૫ સામે ૧૪૫૯૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૩૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૩.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૭૫.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન એકંદર સારી નીવડી રહ્યા છતાં કોરોના મહામારીમાંથી વિશ્વને ઊગારવાના પ્રયાસોમાં અને કોરોના વેક્સિનેશનના પ્રોગ્રામમાં મળી રહેલી સફળતાં વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કોરોના મહામારી સાથે વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટમાં પ્રગતિ બાદ હવે કોરોનાના અંતના આરંભરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ જતાં અને વિશ્વનું અર્થતંત્ર ફરી પુન: પટરી પર આવી જવાના આશાવાદ વચ્ચે વિક્રમી તેજીને બ્રેક વાગીને ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
વૈશ્વિક મોરચે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જોય બિડેન દ્વારા અમેરિકામાં મહામારીથી થયેલા આર્થિક નુકશાનને લઈ અંદાજીત ૧.૯ લાખ કરોડ ડોલરનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી બાદ અને કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામો સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની તેમજ ફંડો દ્વારા અવિરત ખરીદી બાદ આજે ઓલ રાઉન્ડ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, આઇટી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૨ અને વધનારની સંખ્યા ૯૮૨ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અઢળક પ્રતિકૂળતાઓભર્યા ૨૦૨૦ના વર્ષમાં ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦ ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૫% જેટલું રિટર્ન મળ્યા બાદ નવા કેલેન્ડરવર્ષ ૨૦૨૧ના વર્ષમાં પણ તેજી તરફી ડોટ રહેતાં બીએસઇ સેન્સેક્સે ૫૦,૦૦૦ની સપાટી કૂદાવી દીધી હતી. જો કે, શેરબજારની ભાવિ તેજીની ચાલ માટે આગામી બજેટ નિર્ણાયક પુરવાર થશે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક અવરોધ છે જે બજારની તેજીની ચાલને અવરોધી શકે છે. જો આગામી બજેટ નાણામંત્રીએ આપેલ વચન મુજબ હળવું પ્રોત્સાહક પુરવાર નહી થાય તો શેરબજારની તેજીની ચાલને બ્રેક વાગી શકે છે.
ભારતીય શેરબજારના હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. બજેટની પ્રતિકૂળતા ઉપરાંત કોરોનાના કેસમાં વધારો અથવા તો વૈશ્વિક સ્તરે લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની પણ સ્થાનિક બજાર પર અસર જોવા મળશે. બીજી મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની શરૂઆત કરાઈ છે. તેથી વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેંકો દ્વારા સ્ટીમ્યુલ્સ પેકેજમાં કાપ મુકાશે તો નાણાંકીય તરલતા ઘટશે જેના પગલે ભારતીય શેરબજારમાં ઠલવાતો વિદેશી નાણાં પ્રવાહ પર પણ બ્રેક વાગી શકે છે. ઉપરાંત તાજેતરમાં શરૂ થયેલ કોર્પોરેટ અર્નિંગની સિઝનમાં જો આગેવાન કંપનીઓના પરિણામ નબળા અથવા તો અપેક્ષાની વિરુદ્ધ આવસે તો પણ બજારની તેજીની ચાલને બ્રેક વાગી શકે છે.
તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૩૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૪૧૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૪૦૪ પોઈન્ટ થી ૧૪૪૭૪ પોઈન્ટ ૧૪૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- મુથુત ફાઈનાન્સ ( ૧૧૭૦ ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૯૨૬ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૭ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૯૧ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત પેટ્રોલિયમ ( ૩૯૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઈનરીઓ / પેટ્રો-પ્રોડકટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!