વી.સતિષજી, ભુપેન્દ્રજી યાદવ, વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે
પ્રદેશ ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતુ કે, આવતીકાલે મેના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિમાં પં. દીનદયાળ ઉપાધ્યાય, જન્મશતાબ્દી વર્ષ નિમિતે ૧૫ દિવસ સમયદાન આપનાર વિસ્તારકના પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારી માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યશાળાની વિગતો આપતા પંડયાએ જણાવ્યું હતુ કે, પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાનાર આ કાર્યશાળામાં પક્ષના પ્રદેશ હોદેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રીઓ, જીલ્લા, મહાનગરના પ્રભારીઓ, જીલ્લા મહાનગરના પ્રમુખ મહામંત્રીઓ, વિસ્તારના જીલ્લા મહાનગરના પાલક, વર્ગના સંયોજકઓ, વિધાનસભા સીટના વાલીઓ તેમજ જીલ્લા મહાનગરમાં કાર્યરત ૧ વર્ષના વિસ્તારઓ સહિત ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ અપેક્ષીતો ઉપસ્થિત રહેશે.
આ કાર્યશાળામાં વિસ્તારક યોજના, વિસ્તારકની કામગીરી સહિતની વિવિધ બાબતો અંગે રાષ્ટ્રીય અને પ્રદેશના અગ્રણીઓ માર્ગદર્શન આપશે