મોદી સરકારની 02 ઇનિંગ્સમાં ગઇકાલે પ્રથમવાર મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણએ રાજકીય અને વહીવટીરીતે જોઇએ તો સામાન્ય પ્રક્રિયા ગણવામાં આવે છે પરંતુ કેન્દ્રની મોદી સરકારનું ગઇકાલનું વિસ્તરણ અનેક રીતે ખૂબ જ મહત્વનું, સુચક અને લાંબાગાળાના લાભાલાભ આવશ્યકતા અને જરૂરીયાતોને ધ્યાને લઇ એક કાંકરે અનેક પક્ષી વિધવા જેવું ગણાવાઇ રહ્યું છે. મોદી સરકારના વિસ્તરણમાં નવ લોહીયાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને કેટલાંક વજનદાર ગણાંતા મોટા રાજકીય માથાઓને કોઇપણ જાતના સંકોચ કે વિકલ્પનો અવકાશ આપ્યા વગર વેતરી નાખ્યામાં આપ્યા છે. મોદી સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં સ્પષ્ટપણે વિઝન-2024ને વધુ ધારદાર બનાવવાના હેતુ દેખાઇ આવે છે.
વિકાસની જવાબદારીને વધુ નિષ્ઠાના આકારમાં ઢાળવાનું લાંબાગાળાનું ફાયદારૂપ હેતૂ સિધ્ધ થાય તેવા મંત્રી મંડળના વિસ્તરણમાં આગામી 5 રાજ્યોની વિધાનસભા અને તેનાથી પણ આગળ વધીને 2024ની લોકસભાની ચૂંટણી ધ્યાને લેવામાં આવી છે. સમગ્ર દેશના પૂર્વ, વર્તમાન અને ભવિષ્યના રાજકીય સમીકરણોમાં કેન્દ્રની ભાજપ સરકારને જ્યાં સુધી લાગે વળગે તેવા તમામ પરિણામોને કેન્દ્રમાં રાખી ઓબીસીને વધુ વજન જ્ઞાતિના સમીકરણોના સંતુલન, અસંતુલન, અસંતુષ્ટતાનું પરિમાણ અને રાજકીય રીતે જ્યાં વજન ઉભું કરવાની જરૂર છે જ્યાં હયાત સ્થિતિને વધુ સુદ્રઢ કરવાની જરૂર છે તેવાં દરેક પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા છે. રાજકીય મંચ ઉપર નરેન્દ્ર મોદી સામા પૂરે ચાલનારા, પોતાનું જ ધાર્યુ કરનારા, વિપરિસ્થિતિમાં પરિણામની બાજી પોતાની તરફ કરવામાં દેશના રાજકારણના ચાણક્ય સાબિત થયાં છે.
ગુજરાતથી લઇને દિલ્હી સુધીની સફરમાં ચોંકાવનારા નિર્ણયો અને ધાર્યા પરિણામો મેળવવા માટે ગમે તેને પ્રમોટ કે હાસ્યામાં મુકી દેવા જરાપણ ક્ષોભ ન અનુભવના નરેન્દ્ર મોદીના દિર્શાનિર્દેશ હેઠળ ગઇકાલનું વિસ્તરણ પણ એક નવી ભાત પાડનારું બની રહી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશને સૌથી વધુ મહત્વ, જ્યોતિરાદિત્ય સિંધીયા જેવા પક્ષ માટે નાવતારક બનનારાઓની કદરની સાથે જે વિસ્તારોમાં ભાજપનો સવિશેષ વિશ્ર્વાસ અને વધુ જનાધાર મળ્યો છે તેવા વિસ્તારને સરકારમાં સવિશેષ મહત્વ અને ભાગીદારી આપવામાં આવી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને મહત્વ આપ્યું છે ત્યારે કચ્છને સાઇડ લાઇન કરી દેવાયું છે જ્યાં ભાજપની નબળી સ્થિતિ છે ત્યાં બહુ ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્ઞાતિના સમીકરણો આપમેળે સરખા થઇ જાય આગામી વિધાનસભાની ચુંટણીઓને લઇને પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપ સાશીત રાજ્યોમાં સંગઠન અને સંકલનના સંતુલન માટે કંઇ જ્ઞાતિને કેટલું મહત્વ આપવું જોઇએ તેનું અગાઉથી સારુ હોમવર્ક કરવામાં આવ્યું હોય તેમ વિસ્તરણમાં એક કાંકરે અનેક પક્ષી જેવી રણનીતી જોવામાં આવી રહી છે. સરકારની રચનાથી લઇ મંત્રી મંડળના વિસ્તરણ દરેક બાબતોમાં મોદી હૈ તો મુમકીન હૈ ની એક આગવી ભાતની પરંપરા અતૂટ રહેવા પામી છે. પોલીટીક્સને કોર્પોરેટ ટચ અપાયું તેમ રાજકારણમાં પક્ષ અને દેશના હિતની વાતને મહત્વ આપવાનું મિશન મોદી હવે ખરાં અર્થમાં સોળએ કળાએ ખીલ્લી ઉઠ્યું છે. કેન્દ્રીય મંત્રી મંડળનું આ વિસ્તરણ 5 વિધાનસભાનું ચૂંટણી અને 2024 લોકસભાની ચુંટણી માટે રોડ મેપ ચોખ્ખો કરવા એક કાંકરે અનેક પક્ષી નિશાને લીધાં જેવો છે. તેમાં કોઇ સંદેહ નથી.