ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનની ૪૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્ર મહેતાએ સભ્યોને આવકારતા વર્ષ દરમ્યાન ફેડરેશન દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ ૧૯૬૧માં જરૂરી સુધારા માટે ફેડરેશન દ્વારા કરવામાં આવેલ પ્રયાસની તેમજ નેશનલ લેવલે ફંડ બેઝ અંબ્રેલા ઓર્ગેનાઈઝેશનની સ્થાપના માટેના પ્રયત્નો અને આરબીઆઈ તરફથી હકારાત્મક વલણ અપનાવતા નેશનલ લેવલનું અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન એક એનબીએફસી તરીકે આકાર લે તેવી પુરી શકયતાની જાણકારી આપી હતી.
ફેડરેશનના સીઈઓ જે.વી.શાહ દ્વારા ગુજરાતની અર્બન બેન્કોની આંકડાકિય માહિતી રજુ કરવામાં આવી તેમજ જુદા-જુદા પેરામીટરના આધારે ગુજરાતની ટોપ ટેન બેન્કોની યાદી રજુ કરવામાં આવી. જે.વી.શાહે પોતાના અંગત વ્યુ રજુ કરતા આજના ટેકનોલોજીના યુગમાં નાની બેન્કોને ટકી રહેવું મુશ્કેલ જણાય છે તેવી રજુઆત કરી નાની બેન્કોએ કોન્સોલીડેશન માટે વિચારવું જોઈએ તેવી રજુઆત કરી. ફેડરેશનના વાઈસ ચેરમેન ડોલરરાય કોટેચાએ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવા બદલ સભ્યોનો આભાર માની સાધારણ સભાને પુરી થયેલ જાહેર કરવામાં આવી.