બે સાપ્તાહિક કાર્યક્રમમાં ૨૨ જેટલા વિષયો પર નિષ્ણાંતો દ્વારા ચર્ચા અને સેમિનાર યોજાયા
ગાર્ડી વિદ્યાપીઠના પ્રાંગણમાં સીઈડી સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. તાજેતરમાં આ સેન્ટર અંતર્ગત તકનિકી અથવા વ્યવસાયિક આવડત ધરાવતા હોય અને ઉધોગ સાહસિક બનવા ઈચ્છતા હોય, તેમના માટે બે સપ્તાહનો ઉધોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા ઉધોગ સાહસિકતા વિકાસને લગતા માર્ગદર્શન કાર્યક્રમ અને સેમીનારો યોજાયા હતા. આ બે સપ્તાહ દરમ્યાન વિવિધ પ્રકારના ૨૨ જેટલા વિષયો પર અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા દરરોજ સેમીનારો અને ચર્ચાઓ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગના ઉદઘાટન સમારોહમાં લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ બિપીનભાઈ હડવાણી, લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સેક્રેટરી રમેશભાઈ વોરા, રૂપકલા એન્જીયર્સના મેનેજીંગ ડાયરેકટર મુકેશભાઈ પંચાસરા, અદાણી ફુડ પ્રોડકટસના ડિરેકટર હર્ષદભાઈ અદાણી અને જીતુભાઈ અદાણી, ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ અને એન્જીનિયરીંગ વિભાગના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.વૈભવ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સફળ ઉધોગ સાહસિકતા અનુભવો વિષય પર એન્જીલેબ્સ લેસર ટેકનોલોજીના રવિભાઈ કારોરીયા જીલ્લા ઉધોગ કેન્દ્ર વિષય પર, એમએસએમઈ ફેસીલીટેશન ડેસ્કના અહેમદ મુસ્તફા બારબુઈયા, માઈક્રોલેબ વિષય ઉપર સીઈડી ગુજરાતના આસિસ્ટન્ટ પ્રોજેકટ લીડર સંદિપ પટેલ માર્કેટ સર્વે તેમજ માર્કેટીંગ મેનેજમેન્ટ વિશે પુજારા ટેલીકોમના સીઈઓ વિશાલ ખસગીવાલા, બેંક અને લોન અરજી પત્રક અને ધિરાણની સમજુતી વિષય પર એચડીએફસી બેંકના ભરતભાઈ કેલા વકતવ્ય આપ્યું હતું. જયારે જનરલ અને પર્સનલ મેનેજમેન્ટ પર પિનલ હરસોરા માર્ગદર્શન આપ્યું હતું.
સ્થાયી મુળી અને ચાલુ મુળી તથા નાણાકીય સંચાલન અને હિસાબી ગુણોતર માટે એકાઉન્ટન્સી અને મેનેજમેન્ટના ટ્રેનીંગ એકસપર્ટ દેવાતા મોવાલીયા કે એસઈબીઆઈના રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપે છે તેઓએ માર્ગદર્શન આપેલ કોમ્પ્યુટર ઈન બિઝનેસ વિષય પર બીએચગાર્ડી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.વૈભવ ગાંધી માર્ગદર્શન આપ્યું હતું.
અચિવમેન્ટ અને મોટીવેશનલ ટ્રેનીંગ માટે નિરંજન મહેતા માર્ગદર્શન પુરુ પાડયું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, એકઝીકયુટીવ ટ્રસ્ટી સૌરભ શાહ, એન્જીનિયરીંગ વિભાગના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.વૈભવ ગાંધીના માર્ગદર્શનમાં પ્રો.મોનીકા શાહ, પ્રો.આશીષ કાવર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.