અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શૉમાં ગત રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે આ ફ્લાવર શૉની તારીખ લંબાવવામાં આવી છે. રવિવારે ફ્લોવર શોમાં ઉમટી પડેલી ભીડને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. એક તરફ આ ફ્લાવર શો નિહાળવાની તારીખ લંબાવાઈ છે, તો બીજી તરફ ટિકીટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.
સૌ પ્રથમ આ ફ્લાવર શૉ 16 થી 22 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ફ્લાવર શૉની તારીખ AMC દ્વારા લંબાવતા 31 જાન્યુઆરી નક્કી થઈ છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા બીજી પણ મોટી જાહેરાત એ કરવામાં આવી હતી કે, તારીખ 26 અને 27ના રોજ શૉની ટિકીટ 50 રૂપિયા રહેશે. જ્યારે કે, અન્ય દિવસોમાં અગાઉ મુજબ રૂ.10ની ટિકીટ રહેશે.
તદ્દઉપરાંત અમદાવાદના મેયર બીજલ શાહે કહ્યું કે, લોકાર્પણ બાદ લોકોને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી લોકોની રજૂઆત હતી કે, તેને વધુ સમય નિહાળી શકાય, તેથી તેની મુદત વધારાઈ છે.