પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે 3 ડીસેમ્બરે પરિણામ જાહેર થવાની રાહ જોવાઇ રહી છે. તેવામાં જાહેર થયેલ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ આગળ છે. જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. મિઝોરમમાં સતા પલ્ટાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજસ્થાનમાં પરંપરા મુજબ સતા પરિવર્તન : મધ્યપ્રદેશમાં ભાજપ જોરમાં છતાં કાંટે કી ટક્કર : તેલંગણામાં કોંગ્રેસ અને બીઆરએસ આગળ, ભાજપ સૌથી પાછળ : છત્તીસગઢમાં વિવાદમાં સપડાઈ હોવા છતાં બધેલ સરકાર કાઠું કાઢશે : મીઝોરમમાં એમએનએસ પાસેથી ઝેડપીએમ સતા આંચકી લેશે : એક્ઝિટ પોલની આગાહી
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં ભાજપ આગળ છે, તેમ છતાં રસાકસી જોવા મળી રહી છે. જ્યારે એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાનની પરંપરા અનુસાર ગેહલોત સરકારની એક્ઝિટ અને ભાજપની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે છત્તીસગઢમાં ભુપેશ બધેલ સરકારના રાજમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળવાની સંભાવના છે. તેલંગણાની વાત કરીએ તો અહીં કોંગ્રેસને વધુ બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે મિઝોરમમાં સત્તા પરિવર્ન થઈ શકે છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં ભાજપ કોંગ્રેસથી સ્પષ્ટ રીતે આગળ છે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપ 124 સીટો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 103 સીટો જીતી શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 114 બેઠકો જીતી હતી અને ભાજપ 109 બેઠકો સાથે પાછળ હતી. કોંગ્રેસે નાના પક્ષો અને અપક્ષોની મદદથી કમલનાથની આગેવાનીમાં સરકાર બનાવી. જો કે, જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાની હેઠળના બળવાએ કોંગ્રેસ સરકારને પાટા પરથી ઉતારી દીધી હતી અને બળવાખોર કોંગ્રેસના નેતાઓની મદદથી ભાજપ સત્તામાં પાછી ફરી હતી
- એક્ઝિટ પોલ
- ભાજપ 127
- કોંગ્રેસ 100
- અન્ય 3
છત્તીસગઢ
છત્તીસગઢમાં, કોંગ્રેસ આગળ હોવાનું અનુમાન છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ભાજપ 38 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસે 2018ની વિધાનસભા ચૂંટણીમાં 90 વિધાનસભા બેઠકોમાંથી 68 બેઠકો મેળવીને પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. રાજ્યમાં ત્રણ વખત સત્તા સંભાળ્યા બાદ ભાજપ માત્ર 15 બેઠક જ જીતવામાં સફળ રહી હતી.
- એક્ઝિટ પોલ
- ભાજપ 38
- કોંગ્રેસ 50
- અન્ય 2
રાજસ્થાન
રાજસ્થાનમાં એક્ઝિટ પોલમાં ભાજપ સત્તાધારી કોંગ્રેસ કરતાં આગળ હોવાનું અનુમાન છે. ભાજપને 104 બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ 85 બેઠકો જીતી શકે છે. જો આ આંકડા સાચા સાબિત થાય તો અશોક ગેહલોત સતાવિહોણા બની શકે છે. 2018 માં, કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 73 બેઠકો જીતી હતી. અશોક ગેહલોત બસપાના ધારાસભ્યો અને અપક્ષોના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા હતા.
- એક્ઝિટ પોલ
- ભાજપ 104
- કોંગ્રેસ 85
- અન્ય 10
તેલંગાણા
તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર રાજ્યમાં સરકાર બનાવવાની નજીક પહોંચતી જોઈ શકે છે. એક્ઝિટ પોલના પોલમાં કોંગ્રેસને 60 સીટો જ્યારે બીઆરએસને 48 સીટો મળી શકે છે. ભાજપ 5 અને એઆઈએમઆઈએમ 6 સીટો જીતી શકે છે. 2018ની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં, તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ 119માંથી 88 બેઠકો જીતીને ભારે જીત મેળવી હતી. કોંગ્રેસ માત્ર 19 અને ભાજપ 1 જ જીતી શકી હતી. એઆઈએમઆઈએમ, જેણે 2018માં 7 બેઠકો જીતી હતી, તે આ ચૂંટણીઓ સાથે ગઠબંધન કરીને લડી રહી છે. ટીઆરએસ, જે હવે ભારત રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાય છે.
- એક્ઝિટ પોલ
- ભાજપ 6
- કોંગ્રેસ 54
- બીઆરએસ 36
- એઆઈએમઆઈએમ 4
- અન્ય 8
મિઝોરમ
મિઝોરમમાં સતા પલ્ટાના એંધાણ મળી રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા અનુસાર હાલ સતામાં રહેલ એમએનએફને માત્ર 12 બેઠકો મળી શકે છે. જ્યારે ઝેડપીએમને 22 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસને 5, ભાજપને 1 અને અન્યને 1 બેઠક મળી શકે છે. મિઝોરમમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમ નેશનલ ફ્રન્ટે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. એમએનએફએ 26, કોંગ્રેસએ 5, ભાજપે 1 અને અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો જીતી હતી. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પી. લાલ થનહાવલા ચંફઈ દક્ષિણ અને સેરછિપ બંને બેઠકો પરથી હારી ગયા હતા. મિઝોરમમાં 10 વર્ષ પછી, એમએનએફ ફરીથી રાજ્યમાં સત્તામાં આવી હતી.
- એક્ઝિટ પોલ
- એમએનએફ 12
- ઝેડપીએમ 22
- કોંગ્રેસ 5
- ભાજપ 1
- અન્ય 1