ભવનકલા કેન્દ્ર મુંબઈના સંચાલકે તાજેતરમાં લોકડાઉન દરમિયાન ૨૦૨૦ નાટ્ય સ્પર્ધાનું સફળ આયોજન કર્યુ હતું
ગુજરાતી રંગભૂમિમાં મોખરાનું સ્થાન ધરાવતા અને કલાકારોને લોકડાઉનમાં પડેલ મુશ્કેલી સમયે રાઉન્ડ ધ કલોક કાર્યરત રહીને સહ કલાકારોને મદદરૂપ થયા હતા. તેઓ વર્ષોથી રંગભૂમી સાથે સંકળાયેલા હતા.
કમલેશ મોતાને ગઈકાલે રાત્રે ૩.૩૦ કલાકે હોસ્પિટલમાં દાખલ કરાયેલ ત્રણ દિવસથી મેલેરીયાની અસર હતી સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતુ.
ઘણા નાટકો ગુજરાતી ફિલ્મો-સિરીયલોમાં નિર્માણ-નિર્દેશક અને કલાક્ષેત્રે વિશેષ સહયોગ રંગભૂમીને મળ્યો હતો. નાટ્ય જગતનાં શ્રેષ્ઠ નાટકો પણ તેમને આપ્યા હતા. ભવન કલા કેન્દ્ર-મુંબઈના નેજા તળે ઉગતા કલાકારોને પ્રોત્સાહન તેમજ વિવિધ તાલિમ વર્ગો પણ તેઓ યોજતા હતા. રંગભૂમીના કલાકારોએ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.
કમલેશ મોતા આપણી વચ્ચે નથી….એમણે હંમેશને માટે આ દુનિયાના રંગમંચ પરથી એક્ઝીટ લીધી …આ શબ્દો આજ સવારથી દરેક ક્ષણે કાળજું કોતરી રહ્યા છે. અમારા જેવા કેટલાયે કલાકારોએ એક અદ્ભુત મિત્ર ખોયો છે, કંઇક કેટલાયે નવોદિતોએ એક શિક્ષક ખોયો છે, ગુજરાતી રંગભૂમિએ એક સાર્થક રંગકર્મી ખોયો છે અને ભારતીય વિદ્યાભવન જેવી પ્રસિધ્ધ સંસ્થાએ એક કાર્યનિષ્ઠ પ્રબંધક ખોયો છે.
ભારતિય વિદ્યા ભવન્સ અને ગિરેશ દેસાઇ દ્વારા શરૂ કરાયેલી આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાની પરંપરાને અત્યાર સુધી સફળતા પૂર્વક જાળવી રાખનાર કમલેશ મોતાની રંગકર્મી તરીકેની નિષ્ઠાની ચરમસીમા તો એ હતી કે આ કોવીડકાળમાં પણ અઢળક એન્ટ્રીઓ સાથે એમણે આ વર્ષે પણ સફળતાપૂર્વક એકાંકી સ્પર્ધાનું આયોજન કર્યું.
એક કમાલનો દિગ્દર્શક અને અચ્છા અભિનેતાને સાથે સાથે લાઇટીંગ અને સેટ્સની એની સમજણ પણ દાદ માગી લે એવી અદ્ભુત હતી.
અઢળક નાટકો સાથે સંકળાયેલો કમલેશ મોતા સાચા અર્થમાં એક સંપૂર્ણ સમર્પિત રંગકર્મી હતો.
કમલેશ મોતા સાથેના સંભારણા લખવા બેસું તો બહુ લાંબો સમય નીકળી જાય.
કમલેશ મોતા નથી એ વાત અમે તો નહીં જ માનીએ પણ ચિંતા ચોપાટી ભવન્સના એ તખ્તાની છે જેનો ધબકાર કમલેશ હતો.
ના..ના..પણ એમ ભવન્સ મૂકીને જાય એ કમલેશ ન હોય.