સંઘ્યાબેન ગેહલૌત અને રિટાબેન કોટકના સંયુકત ઉપક્રમે આયોજન: ૪૦ થી વધુ સ્ટોલમાં અવનવી ડિઝાઇનના કપડા, જવેલરીનું સેલ
વેલફેર સોસાયટીના અઘ્યક્ષા સંઘ્યાબેન ગેહલોત તથા રીટાબેન કોટક ના સંયુકત ઉપક્રમે બહેનો માટે બહેનો દ્વારા તે પોતે ઓઘોગીક ક્ષેત્રે આગળ વધી શકે તે ઘ્યેય સાથે એકઝીબીશન કમ સેલનું પારિવારિક આયોજન પોલીસ હેડ કવાર્ટર ખાતે તા.૭ સુધી રોજ કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ થી વધુ સ્ટોલમાં અવનવી ડીઝાઇનના કપડા, ફુડ, જવેલરી વગેરે રાખવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં બહોળી સંખ્યામાં મહીલાઓ ઉમટી પડી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન રીટાબેન કોટકએ જણાવ્યું અમે પહેલી વખત સંઘ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્વાટરમાં એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે હું મહિલા મીલન કલબ નામની સંસ્થાની પ્રેસીડેન્ટ છું. અને અગાઉ પણ અમે કરણપરા કેસરીયાવાડીમાં એકઝીબીશન રાખી ચુકેલા છીએ. આ એકઝીબીશન કમ સેલ કરવા પાછળનું એ જ કારણ છે કે બહેનો કંઇક પોતાનું આર્થિક ઉપાર્જન કરશે. ઘરની બહાર નીકળી શકે અને વ્યવસાયીક ક્ષેત્રે ખુબ આગળ વધી શકે તેવા ઘ્યેય સાથે અમે આયોજન કર્યુ છે. અને તેમાં ૪૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે.
જુદી જુદી જાતના અવનવી ડીઝાઇનના કપડા, જવેલરી ફુડ વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા છે. અમોને રાજકોટની જનતાનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.