‘આઝાદી કા અમૃત મહોત્સવ’
સંગ્રાહક રમેશગીરી ડી. ગોસાઇ નવી પેઢીને 75 થી 100 વર્ષ પહેલાની સફર કરાવશે
સંગ્રહક રમેશગીરી ડી. ગોસાઇ કે જે જુનાગઢ પરિવહન નિગમમાં ફરજ બજાવે છે. તેઓ વાંચનપ્રેમી વ્યકિત છે. તે સાથે વિવિધ જાતનો સંગ્રહ કરવાના શોખીન છે. જેમાં રાજાશાહીના સ્ટેમ્પ, ચલણ, રાજાની તસ્વીરો વગેરેનો સમાવેશ થાય છે.
રમેશગીરીએ 1000 થી પણ વધુ રજવાડાના દસ્તાવેજોનું કલેકશન કરેલું છે. જેમાંથી 46 જેટલા રજવાડી દસ્તાવેજોનું પ્રદર્શન વોટસન મ્યુઝીયમ ખાતે ખુલ્લુ મુકાયું છે. ગુજરાતના 300 થી વધુ રજવાડા,, સૌરાષ્ટ્ર ના રરર અને ભારતભરના 565 થી પણ વધુ રજવાડાનું કલેકશન કરાયું છે.
આ દસ્તાવેજો ભારતીય સંસ્કૃતિની છબી, રાજાઓની ભાવના, સમરસતા તથા પ્રજાની આર્થિક પરિસ્થિતિ વગેરે જેવી વિગતો ઉભી કરે છે. જેના દ્વારા તે સમયની સામાજીક, આર્થિક તેમજ ધાર્મિક બાબતો જાણી શકાય છે.
નવી પેઢી સમરસતાની શીખ લઇ જીવનની ગુણવતા સુધારે: રમેશગીરી ડી. ગોસાઇ (સંગ્રાહક)
આ દસ્તાવેજો દ્વારા રજવાડાના સમયે રાજાઓમાં કેવી સમરસતા હતી એવી ધાર્મિક ભાવના પણ આ દસ્તાવેજો દ્વારા કારગત થાય છે નવી પેઢીઓએ પણ આ શીખ લઇ પોતાનું જીવન સુધારવું જોઇએ. એવું તેમણ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ વોટસન મ્યુઝીયમની મુલાકાત લઇ જ્ઞાન મેળવી શકે: સંગીતાબેન રામાનુજ(કયુરેટર-વોટસન મ્યુઝિયમ)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે કે જેમાં વોટસન મ્યુઝીયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ વિશે વધુ માહીતી આપતા સંગીતાબેને જણાવ્યું હતું કે, જુલાઇની ર4 થી 30 તારીખ સુધી સંગ્રહક રમેશગીરી દ્વારા સંગ્રાકેયલ દસ્તાવેજોનું પ્રદર્શન જોવા વિઘાર્થીઓ તેમજ જાહેર જનતા આવે તો ખુબ જ જ્ઞાન મેળવી શકે છે.