સમગ્ર કૃત્તિમાં 10 થી 21 વર્ષ અને 22 થી 65 વર્ષનાં કલાકારોની શ્રેષ્ઠ કલાને ઈનામો અપાશે: કાલે રવિવારે પણ પ્રદર્શન ખુલ્લુ રહેશે
વિવિધ કલાઓમાં ચિત્રકલા પ્રાચિન કાળથી જોવા મળી રહી છે. ત્યારે પ્રવર્તમાન યુગમાં, ડીજીટલ યુગમાં ચિત્રકલાને વેગ મળ્યો છે. આ કલામાં યુવા વર્ગ પણ વધુ રસ લેતો થયો છે. આજે વિશ્વ કલા દિવસે નવરંગ યુથ ઓફ આર્ટ દ્વારા બેદિવસીય ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં સૌરાષ્ટ્રના 51 કલાકારોની 80 થી વધુ કલાકૃતિઓ તથા હેન્ડીક્રાફટસ નગરજનોને જોવા મળશે.
સૌરાષ્ટ્રના રાજકોટ, બરોડા, મોરબી, ગોંડલ,જૂનાગઢ, ભાવનગર જેવા વિવિધ શહેરોમાં યુવા કલાકારો પોતાની કૃતિ લઈને આવ્યાછે. સમગ્ર આયોજન ચિત્રકાર નિખિલ ભાવસાર, વિનુભાઈ પ્રજાપતિ, દિશા કુંડલીયા તથા ભાવનાલાલવાણીએ કરેલ છે. સમગ્ર ચિત્રોમાંથી 10 થી 21 વર્ષનાને અને 22 થી 65 વર્ષના શ્રેષ્ઠ ચિત્રો ે પસંદ કરીને ઈનામો અપાશે. આજે શુભારંભ પ્રસંગે કાર્ટુનિષ્ટ સંજય કોરીયા, ડો. રાજેશ સોલંકી, સંજય ટાંક, જીમ્મી અડવાણી, રાજ જગતસિંહં, નિપુલ લાલસેતા, પ્રિતિસોની, સુરેશ રાવલ, સચિન નિમાવત અને આર.જે.વિનોદ સહિતના મહાનુભાવો હાજર રહીને કલાકારોને પ્રોત્સાહીત કર્યા હતા.
આ પ્રદર્શનમાં કલાકારોની ઓઈલ પેઈન્ટીંગ, એક્રેલીક, વુડન આર્ટ, થ્રેડઆર્ટ, મંડલાઆર્ટ, મિકસ મીડિયા, ટ્રેડીશનલ પેઈન્ટીંગ, રેજીનઆર્ટ જેવી વિવિધ કલાઓ જોવા મળે છે. નવરંગ યુથ ઓફ આર્ટ દ્વારા આ બીજુ પ્રદર્શન છે. આ સંસ્થા દ્વારા યુવા કલાકારોને પ્રોત્સાહન આપીને તેને સ્ટેજ આપવામાંઆવે છે. તેમ ચિત્રકાર સંજય કોરીયા અને નિખિલ ભાવસારે જણાવ્યું હતુ.
યુવા કલાકારોને તેની કલા બાબતે તમામ સહયોગ અપાય છે: ચિત્રકાર દિશા કુંડલીયા
પ્રદર્શનના આયોજક અને જાણીતા ચિત્રકાર દિશા કુંડલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમારો મુખ્ય હેતુ યુવા કલાકારોની વિવિધ કલાકૃતિને એક સ્ટેજ મળે અને તેની કદર થાય તેવો હોવાથી સમગ્ર ગુજરાતના શહેરોના કલાકારોને જોડીને આવા પ્રદર્શન,યોજીરહ્યા છીએ. ભાવી પેઢી આપણી સૌથી પ્રાચિન ચિત્રકલાને ઓળખે અને રસ લેતા થાય તેવો અમારી ટીમનો મુખ્યહેતુ છે.