ભવ્ય એક્ઝિબીશનમાં અલગ અલગ બ્રાન્ડના ૧૦૦થી વધુ સ્ટોલ
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની સંસ્થા એટલે કે કલબ યુવી તેની ભગીની સંસ્થા ‘કલબ યુવી વિમેન્સ વિંગ’ દ્વારા તા. ર૦, ર૧, રર સપ્ટેમ્બર ર૯૧૮ સુધી સૌથી અલગ અને ભવ્યાતિભવ્ય એકઝીબીશન કમ સેલનો પ્રારંભ થયો છે.
રાજકોટ શહેરનાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર કલબ યુવીના નવરાત્રી કાર્યાલય ખાતે કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા આયોજન કરેલ છે. જેમાં આશરે ૧૦૦થી વધુ સ્ટોલ ધારકોએ પોતાનાં સ્ટોલ બુક કરાવીને આ એકઝીબીશન કમ સેલમાં સહભાગી બન્યા છે. કલબ યુવી વિમેન્સ વિંગનાં પ્રેસીડેન્ટ જોલીબેન ફડદુ, સંકલન સમિતિનાં સભ્ય શ્રૃતીબેન ભડાણીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે. એકઝીબીશનમાં એથનીક વેર, ડ્રેસ, ચણીયા ચોલી, પ્યોર સીલ્કની સાડીઓ, બાંધણી, રાજકોટીય પટોળા તેમજ દુપટા, કીડસ વેર, જવેલરી, ફુટવેર, બ્યુટી પ્રોડકટ, ફુડ, પેઈન્ટીંગ, ડેકોરેશન આઈટેમ, ગીફટ આર્ટીકલ, વેડીંગ એસેસરીઝ, કીચન વેર, હેલ્ કેર જેવી વિવિધ કેટેગરીમાં પ્રખ્યાત બ્રાન્ડ જેમ કે, બાન લેબ્સ, લીટલ એન્જલ, મેંગો ટ્રી, ડીઝની, મધર કેર, મારવેલ, જયોર્જીયો, એફ એન્ડ એફ, દુબઈ મેક્સ, સ્પાઈડર મેન, પેપે-પીગ, પ્રાગ, કચ્છી હેન્ડીક્રાફટ, ઈવા, સેવન સીઝન, પર્લ, ડી એન્ડ ડી, રીવર ડીઝાઈનર જોલા, વરમોરા, ટપર વેર, ગ્લોરીયા, ફલોરીડ, સ્પર્શ, ફુડે, કીન્ઝા, લવલી, સ્વીટ ડ્રીમ, રન બેબી, ફીશર પ્રાઈઝ, હોટ વ્હીસ, ડોમ્સ, વન્ડર ચીફનાં આઉટ લેટસમાં વિવિધ પ્રોડકટસને જોવા તથા ખરીદવાની તક મળશે. વિમેન્સ વિંગ કલબ એ વસ્તુઓની ગુણવતાને તથા પ્રોડકટની કિંમતને પણ એટલું જ મહત્વ આપ્યુ છે.
આ આયોજનનો હેતુ એ છે કે વિમેન્સ વિંગ કલબનાં મેમ્બર્સને ખુબ જ નજીવી કિંમતમાં પ્લેટફોર્મ પુરુ પાડવુ કે જયાં તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે તેમજ સમગ્ર શહેરની જનતા સામે પોતાની ઓળખાણ ઉભી કરી શકે તે છે. આ એકઝીબીશન કમ સેલનું ઉદઘાટન પ્રસંગે અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વંદનાબેન ભારદ્વાજ, કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટરો એમ.એમ. પટેલ, કાંતીભાઈ ધેટીયા, પુષ્કરભાઈ પટેલ સમાજના અગ્રણીઓ નાથાભાઈ કાલરીયા, જયસુખભાઈ ધોડાસરા, રમણભાઈ વરમોરા, જયેશભાઈ પટેલ, કીરીટભાઈ આદ્રોજા વગેરે ઉપસ્થિત રહયા હતા.
વિશેષ આકર્ષણમાં પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ ડો. પ્રિયંકા સુતરીયાએ ખાસ કલબ યુવીનાં મુલાકાતીઓ માટે બ્યુટી એક્સપર્ટ સ્ટુડિયોનું આયોજન કરેલ છે. તેમાં રોજ અલગ અલગ થીમ ઉપર લાઈવ ઈન્ટરનેશનલ મેક-અપ, હેર સ્ટાઈલ, મેડીસ્કીન ટ્રીટમેન્ટનો લાઈવ ડેમો આપવામાં આવશે. તેમજ મોડેલો દ્વારા અલગ અલગ થીમ ઉપર દરરોજ રેમ્પ વોકનું પણ આયોજન કરેલ છે. કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા પ્રથમ દિવસથી જ ૪ થી પ હજાર લોકો આ એકઝીબીશનની મુલાકાત લે તેવું આયોજન કરેલ છે અને એકઝીબીશન દરમ્યાન ૧પ૦૦૦થી વિશેષ લોકો મુલાકાત લે તેવું પ્લાનીંગ કરેલ છે.
કલબ યુવી વિમેન્સ વિંગના એક નાના વિચારે ખુબ જ વિરાટ સ્વરૂપ લઈ લીધું છે. ખુબ જ ટુંક સમયમાં સમગ્ર ટીમે સમાજમાં સ્ત્રીઓનાં કૌશયને સૌ સમક્ષ રજુ કરવા માટે એક નવી કેડી કંડારી છે. સમાજ પ્રત્યે સદભાવના અને વિકાસનું ઉદાહરણ પુરુ પાડે છે. તેમજ કલબ યુવીનાં બોર્ડ ઓફ ડાયરેકટર, કોર કમીટી, ૧૦૮ કમીટી, બિઝનેસ વિંગ કમીટી, સાંસ્કૃતીક કલબ કમીટી, કરાઓકે કલબ કમીટી સહિતનાં કલબ યુવી પરીવારનો આ આયોજન કરવામાં પુરેપુરો સાથ સહકારી મળી રહયો છે. કલબ યુવીનાં કોર કમીટીનાં સભ્ય બીપીનભાઈ બેરાએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે.