એકતાયાત્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સાથેના ૫૦ રથ વિવિધ રૂટ પર ફરશે
ભારતની આઝાદીના ધડવૈયા અને અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી ઉંચી ભવ્યાતિભવ્ય પ્રતિમાનું લોકાર્પણ આગામી દિવસોમાં નાર છે. ત્યારે દેશના ગૌરવ અને ગુજરાતના પનોતાપુત્ર એવા સરદાર પટેલના જીવન ઝરમરી ગુજરાતના પ્રજજનો અવગત થાય તથા તેમાના જીવન કવનમાંથી પ્રરણા મેળવે તેવા શુભઆશયી આગામી તા. ૨૦ આકટોબરી સમગ્ર રાજયમાં એકતા રથ યાત્રાનો પ્રારંભ થનાર છે.
તા. ૨૦ ઓકટોબરથી ૨૯ ઓકટોબરના પ્રથમ તબ્બકામાં ૫૦૦૦ ગામડાઓ અને ત્યારબાદ તા.૧૨ નવેમ્બરથી તા.૨૧ નવેમ્બર સુધીમાં બીજા તબ્બકામાં અન્ય ૫૦૦૦ ગામડાઓ મળી કુલ બે તબ્બકામાં સમગ્ર રાજયના મુખ્ય ૧૦ હજાર ગામડાઓને આ એકતા રયાત્રા દ્વારા આવરી લેવામાં આવનાર છે.
આ એકતા ર યાત્રામાં વિશેષરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સોના ડિઝાઇન કરેલ કુલ ૫૦ રો વિવિધ રૂટ પર ફરશે અને તા.૨૯ ઓકટોબર સુધીમાં ૫૦૦૦ ગામડાઓને આ યાત્રા અન્વયે આવરી લેવાશે. આ માટે રાજય સ્તરીય, જિલ્લા સ્તરીય અને ગ્રામ લેવેલે સમિતીઓની નિયૂક્તિ કરવામાં આવેલ છે.
આ એકતાર સાથે એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત સરદાર પટેલના જીવન, કાર્યો અને સિધ્ધીઓને વણી લેતી તથા સ્ટેચ્યુ ઓફ યુનીટીની ફીલ્મો દર્શાવવામાં આવશે આ ઉપરાંત સરદાર પટેલની જીવન ઝરમરને દર્શાવતી પુસ્તિકા સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટીની વિશેષતાઓ દર્શાવતી પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવાશે. આ ર ગામેગામે ફેરવવામાં આવશે ત્યારે લોકો ભારતની એકતા અને અખંડીતતાના શપથ ગ્રહણ કરશે. આર સાથે ખાસ શપથ (પ્રતિજ્ઞા) હસ્તાક્ષર પુસ્તિકા પણ રહેશે જેમાં પ્રજજનો હસ્તાક્ષર સાથે ભારત એકતા અને અખંડિતતાના શપથને આલેખશે.
એકતાર સાથે લોકડાયરો,ભજનો અને ભવાઇ જેવા લોક પરંપરાને ઉજાગર કરતા લોકસાહિત્યના મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આમ એકતાર દ્વારા જનજનને જોડવાનું ભગીર કાર્ય કરવામાં આવશે.
સમગ્ર રાજય સાથે સૌરાષ્ટ્ર હૃદય સમા રાજકોટ જિલ્લામાં એકતારના ભવ્યાતિભવ્ય સ્વાગતની તૈયારીઓનું જિલ્લા વહિવટી તંત્ર અને અન્ય વિભાગો દ્વારા આયોજન કરાયું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા. ૨૦મી ઓકટોબરી ૨૯મી ઓકટોબર દરમીયાનના પ્રથમ તબક્કામાં રાજકોટ, ગોંડલ, પડઘરી, લોધિકા, કોટડાસાંગાણી તાલુકાઓના પ્રતિદિન ૧૦ ગામોમાં એકતા રથયાત્રા ભ્રમણ કરશે.
પ્રથમ તબ્બકામાં રાજકોટના કુલ ૯૦ પૈકી ૬૦ ગામો, પડધરી તાલુકાના કુલ ૬૦ ગામો પૈકિ ૪૦ ગામો, લોધિકા તાલુકાના કુલ ૩૭ ગામો પૈકિ ૩૦ ગામો, કોટડાસાંગાણીના ૪૨ ગામો પૈકિ ૩૦ ગામો અને ગોંડલ તાલુકાના ૭૯ ગામો પૈકી ૩૦ ગામોમાં એકતાર યાત્રા ભ્રમણ કરશે. આ ઉપરાંત ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં પણ આ એકતાર યાત્રા વિવિધ સ્થળો એ ફેરવવામાં આવશે.