દરેક રાજ્ય સરકારની મંજૂરી મળે તો નાણામંત્રી પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં આવરી લેશે : નીતિન ગડકરી

ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં દેશના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ માં ભાવ ઘટાડો કેવી રીતે શક્ય થઈ શકશે હાલ ભારત દેશ પેટ્રોલિયમ ચીજવસ્તુઓની આયાત કરતી હોવાથી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સામાન્ય માણસને પરવડે તેઓ જો ભાવ પેટ્રોલમાં થાય તો તેનો સીધો ફાયદો લોકોને થઈ શકશે આ મુદ્દાને ધ્યાને લઇ કેરેલા હાઈકોર્ટે પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સમાવવાની વાત કરી હતી જેને ધ્યાને લેતા જીએસટી કાઉન્સિલની બેઠક તે મુદ્દે પણ મળી હતી પરંતુ ઘણાખરા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં સમાવવાની ના પાડતાં નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો અને એ મુદ્દે વાત થઈ હતી કે હજુ પણ પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીમાં આવરી શકાય નહીં.

આ મુદ્દે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લેતાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધુ ઓછો થઇ જશે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના રેવન્યૂમાં પણ વધારો થશે. નિતિન ગડકરીએ કહ્યું કે રાજ્ય સરકારોનું સમર્થન મળતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે. જે અંગે હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર નું મુખ્ય હેતુ એ છે કે હાલ જે રીતે પેટ્રોલ-ડીઝલ ઉપર નું ભારણ વધ્યું છે તેને ઘટાડવામાં આવે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે જીએસટી માં તેને સમાવિષ્ટ કરવામાં આવે.

તો બીજી તરફ સરકાર દ્રારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો મુખ્ય હેતુ એ છે કે દેશની આમ જનતાને પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળી રહે અને તેના ભાવમાં રાહત પણ મળે. કેન્દ્ર સરકારના આ પગલાંને ધ્યાને લઇ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર પણ તેને અનુસરી રેટમાં ઘટાડો કરે તેવી આશા અને શક્યતા પણ તેઓએ જણાવી હતી. વધુમાં કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું ‘ જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે.

કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાનો વિરોધ કરી રહ્યાં  છે. જ્યારે પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવાશે, તો તેમના પર ટેક્સ ઓછો થઇ જશે અને કેન્દ્ર ને રાજ્યો બંનેની રેવન્યૂ વધશે. જીએસટી પરિષદએ પોતાની 17 સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST ને દાયરાની બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા જે પેટ્રોલ-ડીઝલના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે આવનારા વર્ષ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ અને લોકોમાં પ પ્રત્યે કાનની બુટ્ટી મળે તે હેતુથી કરવામાં આવેલો છે જેના જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રાજકારણ સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવતું હોય છે નહીં કે સામાન્ય લોકો ની સુખાકારી માં અડચણરૂપ થવા માટે. ભારતનું અર્થતંત્ર પૂર ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે દરેક પક્ષો એ સતત એ વાતની ચિંતા કરવી જોઈએ કે વધુ ને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વિકસિત કરવામાં આવે અને દેશને આર્થિક ક્ષેત્રે વધુ ઉન્નત કેવી રીતે બનાવી શકાય.

2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલ આધારિત વાહનો બંધ થઇ જશે

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે હાલ ગ્લાસગો ખાતે સીઓપી26 ની બેઠક યોજાઈ રહી છે જેમાં વિશ્વના અનેક દેશો ભાગ લઈ રહ્યા છે ત્યારે બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે આગામી વર્ષ 2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલ આધારીત તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે.

ભારત સહિત અન્ય દેશોએ પણ આ મુદ્દો સ્વીકાર્યો હતો સામે નામાંકિત ઓટોમોબાઇલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલ થાકી ચાલતા વાહનો બંધ કરવાનો નિર્ણય લીધેલો છે. ગ્લોબલ ક્લાઈમેટ સમિટ દ્વારા આ અંગે 200 દેશો સાથે કરાર કરવામાં આવેલો છે પરિણામે પ્રદૂષણ નિયંત્રણ માં આવે તેને ધ્યાને લઇ આ તમામ દેશો સાથે મળી કાર્ય કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.