જળ સંચલયના લાભ બાબતે જરૂરી પ્રચાર-પ્રસારકરવા સંબંધીત ખાતાઓને જાણ કરાઈ
ચોમાસુ નજીક આવી રહ્યું હોવાી તંત્ર દ્વારા આગોતરા આયોજનને ધ્યાને લઈને જળ સંપતીના કામો ઉપર ધ્યાન દેવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત રાજકોટના વિવિધ તાલુકામાં મનરેગા અંતર્ગત ૪ હજારી ૫ હજાર ગ્રામ્ય મજૂરો દ્વારા તળાવો ઉંડા કરવા, પાળા બનાવવા, ખેત તલાવડી બનાવવા વગેરેના કામો શ‚ કરવામાં આવ્યા છે જેમાં તમામ તાલુકાઓમાં મોટા પ્રમાણમાં ખેત તલાવડી બને અને વધુમાં વધુ ખેડૂતોને જળ સંચયનો લાભ મળી રહે તે માટે જ‚રી પ્રચાર-પ્રસાર કરવા માટે જી.જી.આર.સી., જી.એલ.ડી.સી., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરેને જાણ કરવામાં આવી છે અને આ કામગીરી બને તેટલી ઝડપી પૂરી ાય અને ચોમાસાની શ‚આતી જ લોકોને આ બાબતી ફાયદો પહોંચે તે માટે જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત જળ સંચય બાબતે કોઈપણ પ્રશ્ર્ન હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ જણાવી દેવામાં આવ્યું છે. આ અગાઉ બે દિવસ પહેલા જળ સંપતિ બાબતે કલેકટર કચેરી ખાતે મહત્વની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં તળાવ ઉંડા કરવા, પાળા બનાવવા, ખેત તલાવડી બનાવવી, ચેકડેમોના સમારકામ કરવા વગેરે બાબતે ખાસ ધ્યાન દેવા માટે ચર્ચા વિચારણા ઈ હતી. તેમજ જ‚રી કામો તાકીદ શ‚ ાય તે માટે પણ સુચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજકોટ જિલ્લાનાં પ્રભારી ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્િિતમાં જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેના અધ્યક્ષ સને જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા દ્વારા જિલ્લા સિંચાઈને લગતા તમામ ખાતાઓના વડાઓની સમીક્ષા બેઠક કરવામાં આવી જેમાં મનરેગા યોજના, ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ, સિંચાઈ વિભાગ પંચાયત, સિંચાઈ વિભાગ (રાજય), જી.જી.આર.સી., જિલ્લા જળાવ વિકાસ એકમ, ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, બાગાયત વિભાગ વગેરે ખાતાઓના વડાઓની સમીક્ષા કરવામાં આવી તેમજ ચોમાસું નજીકમાં હોય કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી