મહાદેવ હર: શિવભકતો માટે આનંદના સમાચાર આપતો ગાંધીનગર આઇઆઇટીનો જીપીઆર સર્વે
વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કાર્યરત સોમનાથ ટ્રસ્ટે આગળના સંશોધન માટે પુરાતત્વ વિભાગને વિનંતી કરી
દેવોના દેવ મહાદેવના ૧૨ જ્યોતિર્લીંગો પૈકી જેની ગણના સૌપ્રથમ જ્યોતીર્લીન્ગ તરીકે થાય છે એ સોમનાથ મહાદેવનું મંદિર છે. ઈતિહાસ સાક્ષી છે કે સોમનાથ દાદાના મંદિર પર આક્રમણખોરોએ ઓછામાં ઓછા ૬ હુમલાઓ કરીને મંદિરને ધ્વસ્ત કરવાના પ્રયાસો કરેલા છે. જેમાં ઈસ. ૧૦૨૪ની સાલમાં મહંમદ ગઝનીએ કરેલા હુમલાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. એ સમયે પતનમાં ભીમદેવ સોલંકીનું રાજ હતું અને મંદિરનું રક્ષણ કરવા માટે થયેલી ખુખર લડાઈ તેમજ એ સમયે બ્રહ્મસમાજે મંદિરની રક્ષા કાજે આપેલા બલીદાનની ગાથાઓ હજુ પણ ગવાય છે ત્યારે સોમનાથ દાદાના ભક્તો માટે ખુબજ આનંદના સમાચાર છે. ગાંધીનગર આઇઆઇટીની ટીમે કરેલા જીપીઆર (ગ્રાઉન્ડ પેનીત્રેતિંગ રડાર ) સર્વેના રીપોર્ટ મુજબ હાલના સોમનાથ મંદિરના પરિસરની નીચેની જમીનમાં બે થી સાત મીટરના ઉંડાણમાં સોમનાથ દાદાની પુરાતન ભવ્યતાને ઉજાગર કરી શકે એવા હજારો વર્ષ જુના બાંધકામના અવશેષોના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કાર્યરત સોમનાથ ટ્રસ્ટે પુરાતત્વ વિભાગના વિનંતી કરી છે કે આ અવશેષો અંગે વધુ સંશોધન કરવાની કાર્યવાહી શરુ કરે.
દેવોના દેવ મહાદેવના ૧૨ જ્યોતિર્લીંગો પૈકી જેની ગણના સૌપ્રથમ જ્યોતીર્લીન્ગ તરીકે થાય છે એ સોમનાથ મહાદેવનું મંદિર છે. ઈતિહાસ સાક્ષી છે કે સોમનાથ દાદાના મંદિર પર આક્રમણખોરોએ ઓછામાં ઓછા ૬ હુમલાઓ કરીને મંદિરને ધ્વસ્ત કરવાના પ્રયાસો કરેલા છે. જેમાં ઈસ. ૧૦૨૪નિ સાલમાં મહંમદ ગઝનીએ કરેલા હુમલાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. એ સમયે પતનમાં ભીમદેવ સોલંકીનું રાજ હતું અને મંદિરનું રક્ષણ કરવા માટે થયેલી ખુખર લડાઈ તેમજ એ સમયે બ્રહ્મસમાજે મંદિરની રક્ષા કાજે આપેલા બલીદાનની ગાથાઓ હજુ પણ ગવાય છે ત્યારે સોમનાથ દાદાના ભક્તો માટે ખુબજ આનંદના સમાચાર છે. ગાંધીનગર આઇઆઇટીની ટીમે કરેલા જીપીઆર (ગ્રાઉન્ડ પેનીત્રેતિંગ રડાર ) સર્વેના રીપોર્ટ મુજબ હાલના સોમનાથ મંદિરના પરિસરની નીચેની જમીનમાં બે થી સાત મીટરના ઉંડાણમાં સોમનાથ દાદાની પુરાતન ભવ્યતાને ઉજાગર કરી શકે એવા હજારો વર્ષ જુના બાંધકામના અવશેષોના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કાર્યરત સોમનાથ ટ્રસ્ટે પુરાતત્વ વિભાગના વિનંતી કરી છે કે આ અવશેષો અંગે વધુ સંશોધન કરવાની કાર્યવાહી શરુ કરે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહારીના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ટ્રસ્ટની તાજેતરમાં થયેલી બેઠકમાં આ રીપોર્ટની ચર્ચા થઇ હતી જેના અનુસંધાને નિર્ણય લેવાયો હતો કે પુરાતત્વ વિભાગને સુચના આપીને મંદિરના પરિસરની જમીનની નીચે દટાયેલા પ્રાચીન અવશેષો અંગે વધુ સંશોધન કરવું.
સોમનાથ મંદિર પરિસરના ૧૧૦૦ ચો.મી. વિસ્તારમાં ૪ જગ્યાએ કરાયો સર્વે
ગાંધીનગર આઇઆઇટીની ટીમે મંદિર પરિસરના ૧૧૦૦ ચો.મી. વિસ્તારમાં ૪ સ્થળો ખાતે ગ્રાઉન્ડ પેનિત્રેતીન્ગ રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે કર્યો હતો જેમાં ખુબજ ઉત્સાહજનક પરિણામો મળ્યા હતા. આ ચાર સ્થળોમાં ગોલોક ધામ, સરદાર પટેલના સ્ટેચ્યુની બાજુની જગ્યા, સોમનાથ દાદાના મંદિરના પ્રવેશ દ્વારની નજીકની જગ્યા તેમજ બૌધ ગુફોનીની નજીકના સ્થળનો સમાવેશ થાય છે.
શું છે આ જીપીઆર ટેકનોલોજી, સોમનાથ મંદિર ખાતે કેવી રીતે ઉપયોગ કરાયો?
ગ્રાઉન્ડ પેનીત્રેતિંગ રડાર જેને ટૂંકમાં જીપીઆર ટેકનોલોજી કહેવાય છે એ શું છે અને કેવી રીતે કામ કરે છે એ સમજવાનો પ્રયાસ કરીએ. આ જીપીઆર ટેકનીક જમીનની નીચે દબાયેલા, દટાયેલા બાંધકામો કે પછી કોઈ પણ પ્રકારના અવશેષોની શોધ માટે ઈલેક્ત્રોમેગ્નેતિક વેવ્ઝ્નો ઉપયોગ કરે છે. આ વેવ્ઝ જમીનની અંદર દટાયેલા અવશેષ સાથે ટકરાઈને પોતાના સેન્સર પાસે પરત થાય છે. આ પ્રકારના સ્કેનીન્ગની સફળતા કેટલીક બાબતો પર આધારિત છે જેમાં જે જમીનની નીચે આ સ્કેન કરવાનો છે તે કેવી છે? જમીનમાં કામ્પનું પ્રમાણ કેવું અને કેટલું છે? ખનીજનું પ્રમાણ અને
માત્રા કેટલી છે? જમીનમાં કેટલો ભેજ છે? દટાયેલા અવશેષો કેટલા ઊંડા છે? તેમજ જે જમીન ખાતે આ સર્વે કારવાનો છે ત્યાં કોઈ ઈલેક્ત્રોમેગ્નેતિક અવરોધ છે કે નથી જેવી બાબતોનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિર ખાતે સ્કેનીંગ કરવામાં જે પધ્ધતિનો ઉપયોગ કરાયો તે આ મુજબ છે. સૌપ્રથમ મંદિરના પરિસરથી ૧૧૦૦ ચો.મી.નો વિસ્તાર પસંદ કરાયો. ત્યાર બાદ ૨૦૦ મેગહર્ત્ઝ અને ૧૦૦ મેગહાર્ત્ઝ્ની ક્ષમતા ધરાવતા બે જીપીઆર સ્કેનર એન્ટીના લગાવવામાં આવ્યા. જમીનની નીચે ૨ થી ૧૨ મીટરની ઊંડાઈ સુધી સ્કેનીંગ કરવામાં આવ્યું. આ સર્વેની શ્રેષ્ઠ પરિણામ મળે એ માટે એને ઉનાળામાં કરવામાં આવ્યો હતો. જમીનની નીચે દટાયેલા અવશેષોના ઢાંચાના પરિમાણો વિષે અંદાજો બાંધી શકાય એ માટે સમગ્ર ડેટાને ૩ડીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.