હાલ મહારાજા ભગવતસિંહજીએ બનાવેલ તમામ ઇમારતોની ચુસ્તપણે જાળવણી થશે, આગામી તબક્કામાં જિલ્લા કલેકટર સરકારમાં હેરિટેજ સિટી જાહેર કરવા મામલે દરખાસ્ત પણ કરશે

જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને મ્યુનિસિપાલિટી રિજનલ કમિશનર ધિમંતકુમાર વ્યાસે ગોંડલના તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતીઓ મેળવી

prabga

મહારાજા ભગવતસિંહજી કે જેમની ખ્યાતિ ન માત્ર ગુજરાત પૂરતી , પણ રાજ્યના સીમાળા ઓળંગી દેશ- વિદેશ સુધી પહોંચી હતી. એવા પ્રજાવત્સલ રાજા ભગવતસિંહજીની કર્મભૂમિ ગોંડલ જે ભગવતભુમી તરીકે પણ ઓળખાય છે. તે સમયે આ ગોંડલ એટલે આજના આધુનિક જમાનાના સિવિલ વર્કને પણ પાછળ છોડી દયે તેવું હતું. વધુમાં મહારાજા ભગવતસિંહજીએ પ્રજા માટે અનેક ઇમારતો બનાવી હતી. આ ઐતિહાસિક વારસો આગળની પેઢીને પણ જોવા અને જાણવા મળે તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કમર કસી છે અને ગોંડલને હેરિટેજ સિટી જાહેર કરાવવા કમર કસી હોવાનું જાણવા મળે છે.

fffg

તાજેતરમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને મ્યુનિસિપાલિટી રિજનલ કમિશનર ધિમંતકુમાર વ્યાસ સાથે ગોંડલના અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓની સાથે રાજભા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા. આ વેળાએ અધિકારીઓએ તમામ ઐતિહાસિક સ્થળો નિહાળી તેના વિશેની ઝીણવટભરી માહિતીઓ મેળવી હતી.

વધુમાં આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ગોંડલ પંથકમાં જ્યાં જ્યાં મહારાજા ભગવતસિંહજીનીએ શાળાઓ અને ઇમારતો બનાવી છે તેની યોગ્ય જાળવણી કરવામાં આવશે. વધુમાં જે શાળાઓમાં  શિક્ષણ કાર્ય ચાલુ છે ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રાખવા ઉપરાંત ઐતિહાસિક ધરોહર તરીકે શાળાને પ્રસ્થાપિત કરવા સહિતના પગલાં લેવાશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે આ ઐતિહાસિક ધરોહર આપણો વારસો છે. આપણી સંસ્કૃતિ છે. આવનારી પેઢી આ વારસાને આ સંસ્કૃતિને જોઈ શકે નિહાળી શકે અને મહેસુસ કરી શકે તે માટે તેની યોગ્ય જાળવણી કરવી ખૂબ જરૂરી બને છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે ઢાંક ગામે જૈન ગુફાઓ અને તેમાં રહેલ કોતરણી કામો છે. આ સ્થળને એક્સપ્લોર કરવા ત્યાં નજીકમાં આવેલ ડુંગરેશ્વર મહાદેવ મંદિર સુધી રોડ બનાવાશે. જેથી આ મંદિરે આવતા ભાવિકો જૈન ગુફાઓએ પણ સરળતાથી જઈ શકે.

 

ગોંડલમાં આવેલ ઐતિહાસિક ઇમારતો

cxb

સંગ્રામજી હાઇસ્કુલ

તાલુકા શાળા

મોંઘીબા હાઇસ્કુલ

એસઆરપી બિલ્ડીંગ

આરએન્ડબી બિલ્ડીંગ

વેરી દરવાજો

બેન્ડ સ્ટેન્ડ

નગરપાલિકા બિલ્ડીંગ

તાલુકાની 20 શાળાઓ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.