ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકનલ સમિતિ દ્વારા ખેલ મહાકુંભ ઉપરાંત ઓગસ્ટમાં શરૂ થનારા કલા ઉત્સવ સહિતના કાર્યક્રમોનું રજિસ્ટ્રેશન અને મીટીંગનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરવામા આવી છે. એક પણ વ્યાયામ શિક્ષક આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાશે નહી તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજયમાં રાજયમાં ખેલ મહાકુંભ અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે રજિસ્ટ્રેશન સહિતની જુદી જુદી પ્રક્રિયાઓ માટે રાજયની ૯૦ હજારથી વધારે શિક્ષકો-આચાર્યો વગેરેને કામગીરી સોંપવામાં આવતી હોય છે. જો કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કરાયેલી રજૂઆત છતાં અનેક પ્રશ્નો ઉકેલાયા નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા ૧૦ વર્ષથી વ્યાયાય અને ચિત્ર શિક્ષકની ભરતી જ કરવામાં આવી નથી. આ બન્ને પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટેન્શનમાંથી મુક્તિ પણ અપાવે છે. જેના કારણે આ બન્ને વિષયોને મહત્વ આપવુ જરૂરી છે. સંઘ દ્વારા રાજયની એક એક વર્ગની ત્રણ શાળા વચ્ચે એક ચિત્ર શિક્ષક અને વ્યાયામ શિક્ષક આપવો, જે શાળામાં ચાર કરતાં વધુ વર્ગો હોય તેમાં એક ચિત્ર શિક્ષક અને એક વ્યાયાય શિક્ષક આપવો, મોટા શહેરોમાં ચાર શાળા વચ્ચે જયાં મેદાનની સગવડ ન હોય ત્યાં મ્યુનિ.કોર્પોરેશન કે નગરપાલિકાના પ્લોટ આવી પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવા વગેરે માંગણી કરવામાં આવી છે. જયાં સુધી આ માંગણીઓ સંતોષમાં ન આવે ત્યાંસુધી વડાપ્રધાને શરૂ કરેલા ખેલ મહાકુંભ કે કલા ઉત્સવનો કો અર્થ રહેતો નથી. જો સરકાર દ્વારા માંગણીઓ સંતોષમાં ન આવે તો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.